- મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ યથાવત રહેશે
- રાત્રે 12થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે
- 28 ફેબ્રુઆરી સુધી રાત્રી કર્ફ્યૂ યથાવત રાખવાનો નિર્ણય.
- રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે. તો મહાનગરોમાં પણ કોરોનાના કેસ ઘટ્યા છે. જેને લઇને રાત્રી કફૂય હટાવવું કે નહીં તે અંગે રાજ્ય સરકારના અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. જે DyCM નીતિન પટેલની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરિય બેઠક યોજાઇ હતી. જેમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, મુખ્ય સચિવ, ગૃહ વિભાગના ACS પંકજકુમાર, CMના અંગત સચિવ મનોજ દાસ, DGP હાજર રહ્યા હતા.
“રાત્રે 12 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ યથાવત્ રહેશે.“