આ.મ્યુનિ. કોર્પોરેશન ઉત્તર ઝોન સૈજપુર બોઘા વિસ્તારમાં દાદાગીરી પૂર્વક જમીન પર ગેરકાયદેસર બાંધકામ વણથંભ્યું.- એસ્ટેટ વિભાગ દ્વારા મનાઈ નોટીસ આપ્યા બાદ પણ બાંધકામ ચાલો ?

આ.મ્યુનિ. કોર્પોરેશન ઉત્તર ઝોન સૈજપુર બોઘા વિસ્તારમાં દાદાગીરી પૂર્વક જમીન પર ગેરકાયદેસર બાંધકામ વણથંભ્યું.- એસ્ટેટ વિભાગ દ્વારા મનાઈ નોટીસ આપ્યા બાદ પણ બાંધકામ ચાલો ?

Share with:


 
 અમદાવાદ ઉત્તર ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા સૈજપુર બોઘા વિસ્તારમાં પ્લોટ ના. 2,350/એ.બી. પંચાવટી  એસ્ટેટ જે રોનક ટેડ્સ ની પછાડ એવેલો છે .તેમજ આ. મ્યુનિ. કોર્પોરેશન ની ઓફીસ ના 100 મિટિર ની દાયર માં ઉત્તર ઝોન ઓફિસ છે .તે છતાં જો ગેરકાયદે સરના  પાકુ મકાનનુ બાંધકામ ચાલી રહ્યું હોય તો તમામે તમામ એસ્ટેટ વિભાગ ના અધિકારી પર અગાડી ઊઠી રહી છે ..ગેરકાયદેસર બાંધકામ કરનારને કોર્પોરેશન દ્વારા નોટિસ ફટકારી છે.તે છતા ગેરકાયદેસર બાંધકામ કરનારના પેટ ના પાણી પણ હાલતા નથી અને દબાણ દૂર કરવાને બદલે ગેરકાયદેસર બાંધકામ ચાલુ જ રાખ્યુ છે જે જોઈ સ્થાનિક રહીશોમાં ઉગ્રરોષ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે આ મામલે એક જાગૃત નાગરિકે આ ગેરકાયદેસર બાંધકામ અટકાવવા એસ્ટેટ વિભાગને અરજીઓ પણ કરી છે ?. 

અરજીમાં જણાવ્યું છે કે સૈજપુર બોઘા વિસ્તારમાં આવેલ….. જ્યાં ગેરકાયદે બાંધકામ ચાલી રહ્યું છે. નગર પાલિકાની મંજૂરી મેળવ્યા સિવાય સિમેન્ટની ઈટોથી બાંધકામ કરેલ છે. જેમાં કેટલાક ભ્રષ્ટાચારી અધિકારીઓને કારણે બાંધકામ વણથંભ્યું હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે આ મમલે કાયદેસરની કકાર્યવાહી તેમજ આ બાંધકામ તોડી પાડવામાં આવે તેવી માંગ કરી છે.


અરજીમાં એવો પણ આરોપ લગાવ્યો છે કે, સરકારની માલિકીની જગ્યા પર બિન અધિકૃત દબાણ કરી કબજો કરેલ છે. તેમાં કોઈ પણ પ્રકારની મંજૂરી વગર બાંધકામ શરૂ કરેલ છે. જે નોટીસ મળેથી તત્કાલ બંધ કરાવી દેવું આ જમીન તમારી માલિકીપણાની હોય તો તેના આધાર પુરાવા રજુ કરવા જણાવાયું હતું.

છેતરપીંડીથી બનાવટી દસ્તાવેજો ઉભા કરી પ્રત્યક્ષ કબ્જો કે માલીકી હક ન હોય છતા ગેરકાયદેસર કબ્જો જમાવી લે છે ત્યારે આવી પ્રવૃત્તિ ડામવામાં સરકારે નવો કાયદો અમલમાં મૂક્યો છે. લૅન્ડ ગ્રેબિંગ ઍક્ટ હેઠળ ગેરકાયદે કબજો જમાવનારા ભૂમાફિયા તત્વો સામે કડકાઇથી પેશ આવવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે આવા તત્વો ચેતે સરકાર તેમને સાખી લેશે નહીં.

Share with:


News