ગાંધીનગર: રાજ્યમાં ચાલી રહેલા કોરોના કાળમાં રાજ્યના ચાર મહાનગરો જેવાં કે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં રાત્રિ કર્ફ્યુ આપવામાં આવ્યો છે. જેનો સમય રાત્રિના 9થી સવારના 6 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. ત્યારે તાજેતરમાં જ કર્ફ્યુને લઇને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્વની જાહેરાત કરી છે. ગાંધીનગરમાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં રાત્રિ કર્ફ્યુનો સમય હવે રાત્રિના 9ને બદલે 10થી સવારના 6 કરી દીધો છે.
નોંધનીય છે કે, રાજ્યના ચારેય મહાનગરોમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં તારીખ 1 જાન્યુઆરી 2021 થી રાત્રિ કર્ફ્યુના અમલનો સમય રાત્રીના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીનો રહેશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુની આ સમય વ્યવસ્થા તારીખ 14 જાન્યુઆરી સુધી અમલમાં રાખવામાં આવશે તેવો પણ નિર્ણય કર્યો છે.
બીજી બાજુ રાજ્યમાં ચાલી રહેલા કોરોના કાળમાં આવતી કાલે 31st december ની ઉજવણી પર રાજ્ય સરકાર પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જ્યાં પણ જાહેરમાં ઉજવણી કરવામાં આવશે તેની પર કડક કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત જેની જોડે દારૂનો જથ્થો પકડાશે તો તેની વિરૂદ્ધ પણ પોલીસ દ્વારા એક્શન લેવામાં આવશે ?