શું તમે પણ મેટ્રીમોનિયલ સાઈટ પરથી જીવનસાથી પસંદ કરવાના છો? તો તમને જાણીને નવાઈ લાગશે કે, એક માણસે આ રીતે ઓનલાઈન એપની મદદથી 50થી વધુ યુવતીઓ સાથે લગ્ન કરી લીધા છે.
અનેક યુવતીઓ સાથે સંબંધ રાખનાર આરોપી ઝડપાયો છે. આ ફ્રોડ સૈયા મેટ્રોમોનિયલ સાઈટ ઉપરથી યુવતીઓને ટાર્ગેટ કરતો હતો. માત્ર ગુજરાતની જ નહીં પરંતુ અન્ય રાજ્યોની યુવતીઓનું પણ આ નરાધમે શોષણ કર્યુ છે અને આખરે અમદાવાદ સાયબર ક્રાઈમે આરોપીની ધરપકડ કરી છે.
અમદાવાદ સાયબર ક્રાઈમે ઝડપએલા આરોપીનુ નામ સંદિપ મિશ્રા હોવાનું ખુલ્યું છે. એક પછી એક યુવતીઓ સાથે છુટાછેડા થયા બાદ યુવતીઓને ફસાવવાના કારસ્તાન રચતો હતો.
કેવી રીતે આરોપી કરતો છેતરપિંડી?
- સંદિપ મિશ્રા નામના આરોપીએ અસંખ્ય યુવતીઓને ચેટિંગ એપથી બનાવી ટાર્ગેટ
- દિલ્લી, જયપુર, ગોવા, ઉજ્જૈન, બંગાળમાં રહેતી યુવતીઓને બનાવતો હતો નિશાન
- અત્યાર સુધીમાં 50થી વધુ યુવતીઓનું કરી ચૂક્યો છે શોષણ
- ગુજરાતમાં બે યુવતીઓ પણ બની ચૂકી છે ભોગ
- જીવન સાથી ડોટ.કોમની મદદથી યુવતીઓને કરતો હતો ડેટ
- ગુગલમાં ફેક પ્રોફાઈલ બનાવીને યુવતીને પોતાની જાળમાં ફસાવતો
- યુવતીના બાયોડેટા લઈને લગ્નની લાલચ આપતો
- લગ્નની લાલચ આપીને શારીરિક સંબંધો બાધતો
- સંબંધ બાધ્યા બાદ યુવતીઓ પાસેથી સંદિપ મિશ્રા પૈસા પડાવતો
- પોતે ગૂગલમાં એચ.આર મેનેજર હોવાનું રચતો હતો તરકટ