અમદાવાદમાં 31મી ડિસેમ્બર અને કર્ફ્યૂને કારણે 800 રૂપિયાની દારૂની બોટલના 1200 તેમજ 200 રૂપિયા ડિલિવરી ચાર્જના ?દારુ બંદી નો કાયદો કોને ફાયદો ?

અમદાવાદમાં 31મી ડિસેમ્બર અને કર્ફ્યૂને કારણે 800 રૂપિયાની દારૂની બોટલના 1200 તેમજ 200 રૂપિયા ડિલિવરી ચાર્જના ?દારુ બંદી નો કાયદો કોને ફાયદો ?

Share with:


અમદાવાદ માટે 31મી ડિસેમ્બરની રાત્રિ કર્ફ્યૂ અને પોલીસની કડક વોચને કારણે મોટા ભાગના રસિકો પોતાના ઘરમાં જ દારૂની મજા માણવા માટે બૂટલેગર પણ હોમ ડિલિવરી આપે છે? અને એના માટે ગ્રાહક 200 રૂપિયા સુધી વધારે રકમ ચૂકવે છે. આ વખતે બૂટલેગરોએ તકનો લાભ ઉઠાવવા માટે દરેક રાજ્યની શરાબની બ્રાન્ડ વેચવાની શરૂ કરી દીધી છે અને ભાવમાં પણ 25 ટકાનો વધારો કર્યો છે.

સસ્તો દારૂ મોંઘી બ્રાન્ડની બોટલમાં ભરીને વેચવાનું કૌભાંડ
ગુરુવારે PCBએ એલિસબ્રિજ વિસ્તારમાં રીતસરનો સસ્તો દારૂ મોંઘી બ્રાન્ડની બોટલમાં ભરીને વેચવાનું કૌભાંડ ઝડપ્યું છે. આ માત્ર કૌભાંડ નહીં, પણ રીતસરનું કારખાનું કહી શકાય એવી વ્યવસ્થા હતી. આ લોકોએ 31મી ડિસેમ્બરના સેલિબ્રેશન માટે પરમિટ વગર દારૂ ખરીદતા લોકોને સસ્તો દારૂ મોંઘો હોવાનું કહીને વેચવા માટેનું આયોજન કર્યું હતું. એવો એક અન્ય કિસ્સો સોલા વિસ્તારમાં બન્યો છે. સોલા પોલીસે દારૂ સાથે પકડેલા બે યુવક પણ 31મી ડિસેમ્બરમાં દારૂ વેચવા માટે બોટલ લાવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

નવા વર્ષની ઉજવણીમાં દારૂની વધુ માગ હોવાથી લોકોને નકલી દારૂ વેચવા માટે સસ્તી અને હલકી ગુણવત્તાનો દારૂ બ્રાન્ડેડ બોટલમાં ભરી વેચવામાં આવે છે. આંબાવાડી વિસ્તારમાં શ્રેયસ ક્રોસિંગ પાસે આવેલા કમલા એપાર્ટમેન્ટમાં હિતેન્દ્ર ઉર્ફે બંટી મહેન્દ્રભાઇ જૈન અને જિતેન્દ્ર ઉર્ફે ટીનો મહેન્દ્રભાઈ જૈન નકલી વિદેશી દારૂ બનાવે છે, એવી બાતમીના આધારે પીસીબીએ દરોડો પાડ્યો હતો. એલિસબ્રિજ વિસ્તારમાં આવી રીતે દારૂ બનાવવામાં આવતો અને વેચાતો હોવા અંગે એલિસબ્રિજ પોલીસ અને પીઆઇ એસ.કે પલ્લાચાર્ય ઊંઘતા ઝડપાયા હતા.

અમદાવાદમાં દારૂની બોટલ આ ભાવે વેચાય છે ?
800 રૂપિયાની દારૂની બોટલ 1200માં, ડિલિવરી ચાર્જ અલગ
સ્કોચની દરેક બ્રાન્ડ 700 ml 4500 અને તેથી વધુ
વોડકાની ડિમાન્ડ મહિલાઓમાં વધુ હોવાથી બૂટલેગર ડબલ કિંમત વસૂલી રહ્યા છે – સુત્રો ?

Share with:


News