અમદાવાદ :- હોમગાર્ડઝ ભવન ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી .સિવિલ ડિફેન્સ અને કમાન્ડંટ જનરલ હોમગાર્ડઝના હસ્તે ધ્વજવંદન.
હોમગાર્ડઝ, બોડર વિંગ, નાગરિક સંરક્ષણ તથા ગ્રામરક્ષક દળના જવાનોને મહા મુહિમ રાષ્ટ્પતિ અને મુખ્યમંત્રી ચંદ્રક એનાયત કરાયા.
26 જાન્યુઆરી 1950 ના દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યુ હતું તેથી દરવર્ષે પ્રજાસત્તાક દિવસનો રાષ્ટ્રીય તહેવાર 26 મી જાન્યુઆરી ના દિવસે ઉજવવામાં આવે છે. 72માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કોવિડ 19ની સંપૂર્ણ ગાઈડ લાઇન અનુસરીને અમદાવાદ હોમગાર્ડઝ ભવન ખાતે ઉજવણી કરવામાં આવી હતી.
અમદાવાદ હોમગાર્ડઝ ભવન ખાતે પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે ખાસ માર્ચ પાસ્ટ પરેડ યોજાઈ હતી. પરેડ કમાન્ડર એચ એન પરમારએ પ્રજાસત્તાક પર્વની ઊજવણીની આગેવાની કરી હતી. જેમાં મહિલા પ્લાટુને આકર્ષણ જમાવ્યું હતું. તો સાથે જ હોમગાર્ડઝ બેન્ડના તાલે રજૂ કરવામાં આવેલ રાષ્ટ્ગાન પણ ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
ડો. નીરજા ગોટરુ, કમાન્ડંટ જનરલ હોમગાર્ડઝ અને સિવિલ ડિફેન્સના વરદ હસ્તે રાષ્ટ્ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. રાષ્ટ્ધ્વજને સલામી કમાન્ડંટ જનરલ, જિલ્લા કમાન્ડન્ટ પૂર્વ અને પશ્ચિમ તથા હોમગાર્ડઝ અધિકારીઓ, જવાનો સહિત આમંત્રિતો અને શહેરીજનોએ આપી હતી. હોમગાર્ડઝ, બોડર વિંગ, નાગરિક સંરક્ષણ તથા ગ્રામરક્ષક દળના જવાનોને મહા મુહિમ રાષ્ટ્રપતિ અને મુખ્યમંત્રી ચંદ્રક એનાયત ડો. નીરજા ગોટરુના વરદ હસ્તે આપવામાં આવ્યા હતા.