સરદારનગર પોલીસ સ્ટેશન ફરી વિવાદમાં…! મહિલાએ લગાવ્યા ગંભીર આરોપ?

સરદારનગર પોલીસ સ્ટેશન ફરી વિવાદમાં…! મહિલાએ લગાવ્યા ગંભીર આરોપ?

Share with:


બળજબરીથી દરવાજો તોડીને અંદર પ્રવેશી પોલીસે, રોકડ તેમજ દાગીના ગુમ થયાનો આરોપ ?(Society for Legal Justice – NGO મારફતે સી.આર.પી.સી. કલમ154 મુજબ લેખીત ફરિયાદ આપવામાં આવી.)

અમદાવાદ શહેરના સરદારનગર પોલીસ સ્ટેશન ફરી વિવાદમાં આવ્યું છે. એક મહિલાએ ( રાનીબેન ) ગંભીર આરોપ લગાવ્યો છે. જેમાં બંધ ઘરમાં તાળું તોડી પોલીસે તલાસી લીધી હતી.જે પછી રાની બેન એ પોતાના ઘર ની  તલાસી બાદ મહિલાએ ઘરમાં તપાસ કરતાં ચાલીસ હજાર રૂપિયા તેમજ 1 લાખ 35 હજારનું સોનાનું કંગન ગાયબ હતું. એટલું જ નહીં પોલીસે પરવાનગી વગર મકાનનો પાછળનો દરવાજો તોડી અંદર પ્રવેશી હતી. મહિલાએ જ્યારે આ અંગે ફરિયાદ નોધાવા સરદારનગર પોલીસ સ્ટેશન ગઈ ત્યારે પણ સરદારનગર પોલીસે ગલ્લાંતલ્લાં કર્યા હોવાનો પણ આક્ષેપ લગાવ્યો હતો ?

 ઘટનાની વિગત મુજબ, કુબેરનગરના શાંતિ પ્રકાશ સોસાયટીમાં રહેતા મનોજ ચાવડા (ઉર્ફે કારા) બે  દિવસથી ઉજ્જૈન યાત્રા ઉપર ગયો હતો. આ દરમિયાન’બંધ ઘર’ બંધ ત્રાટકી હતી. ઘરનું પાછળનું તાળું તોડીને પોલીસે બળજબરીથી અને ઘરમાં ઘૂસીને અને તપાસ કરવા લાગી હતી. ત્યારે આ મામલે માનોજની પત્ની(રાની)એ આક્ષેપ લગાવ્યો છે કે, ઘરમાંથી ચાલીસ હજાર રૂપિયા તેમ જ 1 લાખ 35 હજાર રૂપિયાનો કંગન તિજોરીમાંથી ગાયબ છે.

મહિલાએ આરોપ લગાવ્યો હતો કે, મનોજ ઉર્ફે કારા જે ભૂતકાળ માં  દારૂનો ધંધો કરતો હતો.?  પરંતું હવે નથી કરતો.?  આ પહેલાં પોલીસે ખોટી રીતે રેડ કરી હતી. જેના અનુસંધાને એપ્લિકેશન કમિશનરને અને હાઇકોર્ટમાં આપી હતી. જેને લઇ પોલીસ હેરાન પરેશાન કરે છે. પોલીસે બળજબરીપૂર્વક ઘરમાં ઘૂસી તલાશી લીધી. ઘરમાં રૂપિયા તેમજ કંગન ના મળતા મહિલાએ કંટ્રોલરૂમમાં ફરિયાદ કરી હતી. ત્યારબાદ સરદારનગર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવવા ગઈ હતી. જ્યાં ફરિયાદ લેવાને બદલે કલાકો બેસાડી રાખી હતી. બાદમાં મહિલા જોડે ફરિયાદ લખાવી હતી.- સરદારનગર પોલીસ ?

Share with:


News