અમદાવાદ – મારૂતિનંદન રેસ્ટોરન્ટથી AMCએ કાઢેલી 96 લાખની રિકવરીનો મામલો હાઇકોર્ટમાં ?

અમદાવાદ – મારૂતિનંદન રેસ્ટોરન્ટથી AMCએ કાઢેલી 96 લાખની રિકવરીનો મામલો હાઇકોર્ટમાં ?

Share with:


“બંને પક્ષોની દલીલ બાદ ગુજરાત હાઈકોર્ટે રેસ્ટોરન્ટને ટકોર કરતા કહ્યું: ‘પહેલા દિવસથી કોઈ પણ ચાર્જ આપ્યા વિના રેસ્ટોરન્ટ ચલાવી હતી, તો હવે રૂપિયા ભરી દો”

અમદાવાદ: સોલા બ્રિજ નીચના પ્લોટ પર આવેલી મારૂતિનંદન કાઠિયાવાડી રેસ્ટોરન્ટ પાસેથી અમદાવાદ મ્યુનિસિપલ કોરિપોરેશન કાઢેલી રૂપિયા 96 લાખની રિકવરીની નોટિસનો મામલો હાઈકોર્ટમાં સમક્ષ પહોંચ્યો છે. અરજી પરની પ્રાથમિક સુનાવણી દરમિયાન હાઈકોર્ટ દ્વારા હળવી ટકોર કરતા કહેવાયું છે કે, ‘પહેલા દિવસથી કોઈ પણ ચાર્જ આપ્યા વિના રેસ્ટોરન્ટ ચલાવી હતી, તો હવે રૂપિયા ભરી દો.’ પરંતુ અરજદારની રજૂઆત હતી કે, આ સમગ્ર મામલો કોર્ટનું ધ્યાન માગી લે એવો છે અને સુપ્રીમ કોર્ટે જે આદેશ કર્યો હતો તે દિવસથી ગણતરી કરીને રૂપિયા ભરવા તૈયાર અરજદાર તૈયાર છે.

ફાઈલ ફોટો..??

” જો કે, તમામ રજૂઆત બાદ હાઈકોર્ટે આ કેસની સુનાવણી આગામી દિવસોમાં મુખ્ય અપીલ સાથે કરવાનો આદેશ કર્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ સોલા બ્રિજ નીચેના પ્લોટ પર મારૂતિનંદન કાઠિયાવાડી રેસ્ટોરન્ટ ઉભી કરવામાં આવી હતી. આ જમીન કેચલીક વ્યક્તિઓ દ્વારા રેસ્ટોરન્ટ ચલાવવા માટે લીઝ પર આપવામાં આવી હતી. પરંતુ જમીન ખાલી કરી દેવાની કોર્પોરેશનનની નોટિસ મળ્યા બાદ ખુલાસો થયો હતો કે, લોકોએ જમીન લીઝ પર આપી હતી અને તેમણે ગેરકાયદેસર રીતે જમીન પર કબજો કર્યો હતો. જેથી રેસ્ટોરન્ટે AMCએ આપેલી નોટિસને હાઈકોર્ટમાં પડકારી હતી, ત્યારબાદ હાઈકોર્ટ દ્વારા જમીન ખાલી કરવા માટે સમય પણ અપાયો હતો.

જો કે, રેસ્ટોરન્ટ ચલાવતા વ્યક્તિઓ વધુ સમય માટે હાઈકોર્ટ બાદ સુપ્રીમ કોર્ટમાં ગયા હતા, જ્યાં સર્વોચ્ચ અદાલતે જમીન ખાલી કરવા માટે વધુ 6 મહિનાનો સમય આપ્યો હતો અને એપ્રિલ 2017માં સુધીમાં ખાલી કરવાનું કહ્યું હતું. અરજદારે કોર્ટમાં એવી રજૂઆત કરી કે, જે સમય લંબાવવામાં આવ્યો છે તેના બદલે અમે કોર્પોરેશનને ચાર્જ આપવા તૈયાર છીએ, પરંતુ ત્યારબાદ કોર્પોરેશન દ્વારા 96 લાખની રિકવરીની નોટિસ પાઠવવામાં આવી હતી. જો કે, આ નોટિસનો મામલો ફરીથી ગુજરાત હાઈકોર્ટ સમક્ષ આવી પહોંચ્યો હતો.

રેસ્ટોરન્ટના માલિક તરફથી હાઈકોર્ટ સમક્ષ એવી રજૂઆથ કરવામાં આવી છે કે, જે નોટિસ કોર્પોરેશનને મોકલી છે તે 96 લાખની છે. જે વવર્ષ 2016ની નીતિ મુજબની ગણતરી કરીને પાઠવવામાં આવી છે. તેણે ઓક્યુપેશનલ ચાર્જિસ વર્ષ 2011થી ગણ્યા છે. તેથી આ 96 લાખની નોટિસ ગેરકાયદેસર છે. જ્યારે કોર્પોરેશન તરફથી એવી રજૂઆત કરવામાં આવી હતી કે, કોર્પોરેશનની જમીન પર તેઓ વર્ષો સુધી રેસ્ટોરન્ટ ચલાવી રહ્યા હતા અને જો પાંચ ટકા જંત્રી મુજબ પર ગણના કરવામાં આવે તો 91 લાખ રૂપિયા થાય છે. બંનેની દલીલ બાદ હાઈકોર્ટે ટકોર કરી હતી કે, તમે રેસ્ટોરન્ટ ચલાવી રહ્યા હતા અને એ પણ ગેરકાયદે પચાવી પાડેલી જમીન પર. તમે આજ સુધી કોઈ પણ રૂપિયા કોર્પોરેશનને ચૂકવ્યા નથી.

આના પર અરજદારે દલીલ કરી હતી કે, ‘અમે રૂપિયા આપવા તૈયાર છીએ. સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો તે તારીખથી ઓક્યુપેશનલ ચાર્જ ગણીને 7.5 લાખ રૂપિયા આપવા તૈયાર છીએ, અમને તો ગેરકાયદે કબજો ધરાવતી જમીન લીઝ પર આપી હતી. એમાં અમારો સીધો કોઈ વાંક નથી.’ ત્યારબાદ હાઈકોર્ટે કહ્યું કે, ‘કેમ સુપ્રીમ કોર્ટના આદેશની તારીખથી રૂપિયા ચૂકવશો. તમે તો પહેલા દિવસથી જ કોઈ પણ ચાર્જ આપ્યા વિના જમીન પર રેસ્ટોરન્ટનો બિઝનેસ કરી રહ્યા છો. તમને જેણે જમીન લીઝ પર આપી હતી તેની સામે ફરિયાદ કરો અને તેની પાસેથી રૂપિયા વસુઓ અને કોર્પોરેશનના રૂપિયા ચૂકવી દો.’

Share with:


News