અમદાવાદ -સરદારનગર અને ઠક્કરબાપાનગરની બેઠક પર કોંગ્રેસનાં બે ફોર્મ રદ કરાયાં.

અમદાવાદ -સરદારનગર અને ઠક્કરબાપાનગરની બેઠક પર કોંગ્રેસનાં બે ફોર્મ રદ કરાયાં.

Share with:


AMCની ચૂંટણીમાં આજે ઉમેદવારોના ફોર્મ ચકાસણીના દિવસે સરદારનગર વોર્ડમાં કોંગ્રેસના મહિલા ઉમેદવાર અને ઠક્કરબાપાનગર વોર્ડમાં કોંગ્રેસના પુરુષ ઉમેદવારના ફોર્મ રદ કરી દેવાયાં છે. સરદારનગર વોર્ડમાં એસસી રિઝર્વ બેઠક ઉપરથી દેવલ રાઠોડ નામના મહિલા ઉમેદવારે ફોર્મ ભર્યું હતુ પણ તેઓના ફોર્મમાં એક ટેકેદારની સહી ન હોવાથી તેમનું ફોર્મ રદ કરી દેવાયું છે જ્યારે બીજી તરફ ઠક્કરબાપાનગર વોર્ડમાં એસસી રિઝર્વ બેઠક ઉપરથી ઉમેદવાર દિનેશ પરમારનું ફોર્મ રદ કરાયું હતુ. કોંગ્રેસના પુરુષ ઉમેદવારે એફિડેવીટ ૧૫ મીનિટ મોડી જમા કરાવવાના મુદ્દે કાર્યવાહી કરવામાં આવી હતી.

કોંગ્રેસ મોવડી મંડળે ઉમેદવારોને મેન્ડેટ આપવામાં કરેલા ડખા હવે નડી રહ્યાં છે. આખરી ઘડીએ ફોર્મ ભરવાના કારણે બે ફોર્મ અને એફિડેવીટમાં રહી ગયેલી ક્ષતિઓના કારણે કોંગ્રેસે ચૂંટણી પહેલાં જ બે બેઠકો ગુમાવવી પડી છે. શહેરના ઠક્કરબાપાનગર વોર્ડમાં કોંગ્રેસે દિનેશ પરમારને ટિકિટ આપી હતી પણ તેઓએ ફોર્મ ભરવાના આખરી દિવસે ૩ વાગે એફિડેવીટ જમા કરાવવાનું હતુ પણ તેઓએ ૧૫ મીનિટ મોડું એફિડેવીટ જમા કરાવ્યું હતુ. આ અંગે આજે રિર્ટનીંગ ઓફિસરે તેમનું ફોર્મ અમાન્ય કરી દીધું હતુ તો બીજી તરફ સરદારનગર વોર્ડના મહિલા ઉમેદવારના ફોર્મમાં એક ટેકેદારની સહી ન હતી તેવો મુદ્દો ઉપસ્થિત થયો હતો. આ મુદ્દે ફોર્મ રદ કરી દેવાયું હતુ. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં ૪૮ વોર્ડમાં ૧૯૨ બેઠકો છે જે પૈકી કોંગ્રેસના બે બેઠકો ઉપર ફોર્મ રદ થયા છે જેના કારણે હવે કોંગ્રેસ માત્ર ૧૯૦ બેઠકો ઉપર જ ચૂંટણી લડી શકશે

Share with:


News