પોલીસની ગુંડાગીરી કેમેરામાં કેદ, મહિલાને બે લાફા ઝીંકી દીધા.

પોલીસની ગુંડાગીરી કેમેરામાં કેદ, મહિલાને બે લાફા ઝીંકી દીધા.

Share with:


અમદાવાદમાં એક પોલીસકર્મીની દાદાગીરીનો કિસ્સો સામે આવ્યો છે. પોલીસકર્મીએ એક મહિલા કર્મચારીને માર માર્યો હતો. સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થતાં આ મામલે ઉચ્ચ અધિકારીઓએ તપાસના આદેશ આપ્યા છે.  માસ્કના દંડને લઈ પોલીસ અને પ્રજા વચ્ચે ઘર્ષણના અનેક બનાવો સામે આવી ચૂક્યા છે. માસ્કના દંડના ટાર્ગેટ પૂરા કરવાને લઈ પોલીસ લોકો પાસે ગમે તે રીતે દંડ વસૂલી રહી છે ત્યારે અમદાવાદ પોલીસ હવે કેવી ગુંડાગીરી પર ઊતરી આવી છે એનો એક વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે,

જેમાં એક યુવકને પોલીસ માસ્કના દંડને લઈ ગાડીમાં બેસાડે છે અને તેની સાથે રહેલી યુવતી એ બાબતે રકઝક કરે છે, ત્યારે પોલીસકર્મી યુવતીને બે લાફા મારી દે છે.  માસ્કની બબાલમાં પોલીસકર્મીએ મહિલાને લાફો માર્યો હતો. મહિલાને લાફો મારતો પોલીસકર્મીનો વીડિયો વાયરલ થયો છે. વિડિયોમાં જે ગાડી દેખાય છે એના પર અમદાવાદ સિટી પોલીસ લખેલું છે અને P 1238 લાલ કલરથી લખેલું છે. આ અંગેનો વિડીયો વાયરલ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ એક્શનમાં આવી ગયા છે. વીડિયો મામલે ઝોન 1 ડીસીપી ડો. રવિન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આ વીડિયો નવરંગપુરા પોલીસનો હોવાનું ધ્યાને આવ્યું છે અને આ મામલે તપાસના આદેશ આપી અને પોલીસકર્મીને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામા આવશે તેમ જણાવ્યું હતું. 

Share with:


News