હનીટ્રેપ મામલે પોલીસની સંડોવણી, મહિલા ક્રાઇમબ્રાંચના PSIએ સેટલમેન્ટ માટે ફરિયાદી સાથે કરી સાંઠગાંઠ.

Views 72

એક વખત ફરીથી હનીટ્રેપનો મામલો સામે આવ્યો ? એક વેપારીએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં આપી લેખિત અરજી ! મહિલા ક્રાઇમ બ્રાંચના પી.એસ.આઇ હોવાના કારણે અરજીનો આજ સુધી કોઈ નિકાલ નહીં ?
છેલ્લા કેટલાક દિવસથી પૂર્વ મહિલા ક્રાઇમ શાહીબાગના પોલીસ પીઆઈ તેમજ તેમની સાથેના કર્મચારીઓ અને જેવા ગુનામાં સંડોવાયેલાનું આક્ષેપ લાગતું રહ્યું છે. જે હાલમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં વેપારીઓને ટાર્ગેટ કરી મિત્રતા એટલે કે ફ્રેન્ડશીપ કેળવણી ગેંગના ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને આ ગેંગમાં પીએસઆઇ ગીતા પઠાણનો મોટો રોલ હોઈ શકે ? તે તપાસ હાલ માં ચલી રહીં છે .
 પૂનમ (નામ બદલેલ છે) નામની મહિલાએ સૂર્યને ફ્રેન્ડશીપ એટલે કે સોશિયલ મીડિયા દ્વારા ફેસબુકના માધ્યમથી રિક્વેસ્ટ મોકલી હતી તેમ જ એના ફેસબુક ના માધ્યમથી પૂનમે તેને પોતાનો મોબાઈલ નંબર પણ આપ્યો હતો.જેના કારણે રોજબરોજ વાતો એકબીજાથી ચાલતી. ! તેમ જ પૂનમે સૂર્યને નરોડા કઠવાડા રોડ ઉપર મળવા માટે બોલાવતી.આ રીતે  અવારનવાર બન્ને લોકો ગાર્ડનમાં તેમ જ હોટેલમાં એકબીજા સાથે મળતા હતા.અને છેલ્લે પૂનમ સૂર્યથી રોજબરોજ પૈસાની પણ માંગણી કરતી જેના કારણે ખબર પડી ગઈ કે આ પૂનમ અને માત્ર પૈસા લેવા માટે મારો ઉપયોગ કરી રહી છે. જેથી છેલ્લે કંટાળીને સૂર્ય પૂનમને પૈસા આપવાનો બંધ કરતા પૂનમે એક એડવોકેટના માધ્યમથી ખોટી બળાત્કારની ફરિયાદ કરવી દઈશ એવી ધમકીઓ આપવા લાગી. ત્યારબાદ પૂનમે પોતાના એક એડવોકેટની મદદથી પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં તારીખ-15-10-2020ના દિવસે અરજી કરી હતી.. જેમાં તપાસ અધિકારી પીએસઆઇ ડાભી સાહેબએ અને તેમના કોસ્ટેબલ જશુભાઈએ અમોને પૈસા આપીને પતાઈ નાખો તેવું કહીને અમોને ખૂબ જ માનસિક ટોર્ચર કર્યું. છેલ્લે અમારું રૂપિયા પાંચ લાખમાં પોલીસની હાજરી તેમજ પી.એસ.આઇ ડાભી સાહેબ ની હાજરીમાં સેટલમેન્ટ થયું. 
છેલ્લે અમારે (18-02-2021) પાસે પૈસા ન હોવાના કારણે પીએસઆઇ ડાભી તેમજ જશુભાઈ કોસ્ટેબલ અમારા ઘરે આવીને અમારા માતા-પિતાને પોલીસ ગાડીમાં પોલીસ સ્ટેશન લઇ ગયા. જ્યારે સૂર્યને જાણ થઈ કે  માતા-પિતાને મહિલા પોલીસ દ્વારા લઈ જવામાં આવ્યા છે ત્યારે સૂર્ય પોલીસ સ્ટેશન આવી ગયો અને ત્યાં પણ છેલ્લે પૈસાની જ વાત આવી કે જે મુદ્દતે લીધી હતી તે મુજબ પૈસા ક્યાં છે. પી.એસ.આઈ. ડાભી સાહેબ તેમજ તેમના મળતી પોલીસ વાળ દ્વારા વારંવાર સૂર્યને હેરાન પરેશાન કરવામાં આવતો હતો.” પણ કહેવાય છે જેને રામ રાખે તેને કોણ ચાખે ” એક દિવસ પૂનમ તેને ‘2 લાખ 70 હજાર ‘ રૂપિયાની વાત કરીને સેટલમેન્ટ કરવાનું કહ્યું. જેથી સૂર્યએ પોલીસ અને પૂનમની રેકોર્ડિંગ કરીને તાત્કાલિક ધોરણે પૂનમ વિરોધ પૂનમ વિરુદ્ધ પુરાવા એકત્રિત કરવા લાગ્યો તેમજ ભૂતકાળમાં આ રીતેની ઘટના કેટલા લોકો સાથે બની છે તેની પણ માહિતી તેને મળવા લાગી તેમજ આ સમગ્ર રેકેટની અંદર પોલીસે કેટલું સપોર્ટ એને આપી રહી છે. અને ક્યાં ક્યાં આપી છે. તેની પણ ? સમગ્ર ઘટના સૂર્યને સમજાતા તેમજ પોલીસની ભૂમિકા કેટલી આ કાવતરામાં સામેલ છે. તેને સમજતા તેને  નજીક ઓઢવ  પોલીસ સ્ટેશમાં એક લેખિત અરજી આપી તેની અંદર સમગ્ર થયેલી ઘટના જેમાં મહિલા પોલીસ ડાભી સાહેબ અને કોસ્ટેબલ જશુભાઈના નામ સહિત લેખિત અરજી (તારીખ -03-03-2021)ના દિવસે આપવામાં આવી છે.
આ સમગ્ર ઘટના ની અંદર જે પોલીસનું રોલ છે તે માટે ઓઢવના પીઆઇ પીએસઆઇ ડાભી ને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સૂત્રના જાણાવ્યા મુજબ પીએસઆઇ ડાભીને ઓઢવના પીઆઇ વારંવાર ફોન કરી પોલીસ સ્ટેશનમાં અરજીના અનુસંધાનમાં જવાબ લખવા માટે બોલાવે છે પણ પી.એસ આઇ. ડાભી પોલીસ સ્ટેશનમાં નથી આવતા ?
હવે જોવાનું એ રહ્યું કે શું પીએસઆઇ ડાભી ઉપર ઓઢવ પોલીસ સ્ટેશનનાં પી.આઇ ફરિયાદ દાખલ કરશે કે કેમ ? જે  પ્રશ્ન લોકોમાં ચર્ચાઇ રહ્યું છે!

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

હનીટ્રેપ મામલે પોલીસની સંડોવણી, મહિલા ક્રાઇમબ્રાંચના PSIએ સેટલમેન્ટ માટે ફરિયાદી સાથે કરી સાંઠગાંઠ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *