રામદાસ આઠવલેની રાહુલ ગાંધીને સલાહ – ‘હમ દો હમારે દો’ કે લિયે શાદી કરેં….

રામદાસ આઠવલેની રાહુલ ગાંધીને સલાહ – ‘હમ દો હમારે દો’ કે લિયે શાદી કરેં….

Share with:


“દલિત યુવતી સાથે લગ્ન કરી જાતિવાદ સમાપ્ત કર રાહુલ ગાંધી ::- આઠવલે’

રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા (આરપીઆઈ) ના પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીના ‘હમ દો હમારો દો’ના નિવદેન પર કટાક્ષ કરી રાહુલની ઠેકરી ઉડાવી હતી.

કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ તેમને સલાહ આપી છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યુ કે, રાહુલ ગાંધી અમે બે અમારા બેનો નારો બોલી રહ્યા છે. તેથી અમે બે અમારા બે કરવા છે તો રાહુલ ગાંધીએ લગ્ન કરી લેવા જોઈએ અને દલિત યુવતી સાથે લગ્ન કરે છે તો મહાત્મા ગાંધીનું સપનુ પૂરુ થશે અને જાતિવાદ સમાપ્ત થશે.

મહત્વનું છે કે સંસદ સત્ર દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લોકસભામાં કહ્યુ હતુ કે કૃષિ કાયદાના કન્ટેન્ટમાં APMC ખતમ કરવાની છે. બીજા કૃષિ કાયદાના કન્ટેન્ટમાં કોઈ પણ ઉદ્યોગપતિ ઈચ્છે એટલું અનાજ, ફળ, શાકભાજી સ્ટોર કરી શકે છે. સંગ્રહખોરીને પ્રોત્સાહન આપતો કાયદો છે. રાહુલ ગાંધીએ કહ્યુ કે, ત્રીજા કાયદાના કન્ટેન્ટમાં જ્યાં સુધી એક કિસાન હિન્દુસ્તાનના સૌથી મોટા ઉદ્યોગપતિની સામે શાક-અનાજ માટે સારા ભાવ માંગશે તો તેને કોર્ટમાં જવા દેવામાં આવશે નહીં.

એટલું જ નહીં રાહુલ ગાંધીએ કહ્યુ કે, વર્ષો પહેલા પરિવાર નિયોજનનો નારો હતો અમે બે અમારા બે. આજે શું થઈ રહ્યું છે. આ નારો બીજા સ્વરૂપમાં આવ્યો છે. આ દેશને ચાર લોકો ચલાવે છે. આજે આ નારો સરકારનો નારો છે અમે બે અમારા બે. રાહુલ ગાંધીએ કહ્યુ કે, બે મિત્રોમાં એક મિત્ર છે તેનો ફળ અને શાક વેચવાનો અધિકાર. તેનાથી નુકસાન લારી વાળાને થશે. નાના વેપારીને થશે. APMC માં કામ કરનારનું થશે. બીજા મિત્રને દેશભરમાં અનાજ, ફળ અને શાકભાજી સ્ટોર કરવું છે. ગૃહમાં રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, જ્યારે આ કાયદા લાગૂ થશે. દેશના કિસાન અને મજૂર, વેપારી તેનો ધંધો બંધ થઈ જશે. કિસાનોના ખેતર ચાલ્યા જશે. યોગ્ય ભાવ મળશે નહીં અને માત્ર બે લોકો અમે બે અમારા બે લોકો તેને ચલાવશે.

Share with:


News