અમદાવાદઃ ગઈ કાલે જુહાપુરામાં પોલીસ ગાડી ચડાવવાનો પ્રયાસ કરનાર શખ્સોનો એક વીડિયો વાયરલ થયો છે. આ શખ્સનું નામ અમિન મારવાડી છે. વાયરલ વીડિયામાં તે, મેં જુહાપુરા કા ડોન હું, તેમ કહી રહ્યો છે. હુમલાના એક દિવસ પહેલા તેણે ફાયરિંગ કર્યું હતું અને હવામાં ફાયરિંગ કરીને લોકોમાં ભય ફેલાવાની કોશિશ કરી હતી.
ગઈ કાલે જુહાપુરામાં આવેલ ફતેવાડી નજીક એક શખ્સ પોતાની કારમાં ધાતક હથિયાર સાથે જઇ રહ્યો હતો તેવી બાતમી પોલીસને મળી હતી. તેને લઇને પોલીસકર્મીઓ તપાસ માટે પહોંચ્યા ત્યારે તેને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા ગાડી રોકવાનો પ્રયાસ કરતા તે ગાડી પોલીસ પર ચઢાવવાનો પ્રયાસ તે આરોપી દ્રારા કરવામાં આવ્યો. તેમાં એક કોન્સટેબલ ને સામાન્ય ઇજા પહોંચી હતી. તેને સારવાર માટે જીવરાજ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો.વધુ તપાસ કરતા વેજલપુર પોલીસને જાણવા મળ્યુ હતું કે અમીન મારવાડી નામનો શખ્સ પોતાની એન્ડયુવર ગાડીમાં એક દેશી રિવોલ્વર, બેસબોલ ના દંડા , તલવાર સહિત ના ધાતકી હથિયાર લઇને નિકળ્યો હતો.આરોપી ની ગાડીની નંબર પ્લેટ ની ઉપર ભાજપના હોદેદારની પ્લેટ પણ લગાવવામાં આવી હતી. હાલ સુધી હોદેદાર છે કે નહિ તેની કોઇ પુષ્ટી થઇ નથી. હાલ તો વેજલપુર પોલીસે ગાડી સહિત નો મુદામાલ કબજે કરી ને આરોપી ની અટકાયત કરી વધુ પુછપરછ શરુ કરી છે.