
રાકેશ યાદવ :- અમદાવાદ શહેરમાં ગુંડાગર્દી બેફામ બની છે. પોલીસનો કોઇ પણ પ્રકારનો ડર ના હોય તેમ બેખૌફ બદમાશો ખુલ્લેઆમ મારા મારી, લૂંટ ચલાવી રહ્યા છે. ત્યારે વધુ એક ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે. જેમાં મેધાણીનગર વિસ્તારમાં અદાવતને લઇ બદમાશોએ એક પરિવાર સાથે મારા મારી કરી તલવાર વડે હુમલો કરી સોનાની ચેનની લૂંટ ચલાવી હતી. હુમલામાં એક મહિલા પણ સામેલ હતી. આ મામલે મેઘાણીનગર પોલીસે મહિલા સહિત ચાર આ શખ્સો વિરૂદ્ધ ગુનોં નોંધી વઘુ તપાસ હાથ ધરી છે.
મેઘાણીનગર વિસ્તારમાં આવેલ ભાર્ગવ રોડ પર ભગવતી સ્કૂલની સામે રહેતા કિશન બધેલ ગત રોજ રાત્રિના સમયે ઘરની બાજુમાં ઉભા હતા. આ દરમિયાન ત્રણ શખ્સો સુરજ રામબરન રાઠોડ, રામસીંગ ગુર્જર અને કાલુ નવલસિંગ બદોરીયા જોર જોરથી વાતો કરી શોર મચાવી રહ્યા હતા. ત્યારે ફરિયાદી કિશન બધેલે તેમણે શાંતિથી વાત કરવાનું કહેતા ઉશ્કેરાઇ ગયા હતા. અને મારા મારી પર ઉતરી આવ્યા હતા. આ દરમિયાન આજુ બાજુના લોકો આવી પહોંચ્યા હતા અને કિશન બધેલને છોડાવ્યા હતો. જો કે આ ઘટના બાદ કિશન બધેલે કોઇ ફરિયાદ કરી ન હતી. જો કે બીજા દિવસ સવારે સુરજ, રામસીંગ, કાલુ બદોરીયા તેમજ સુરજની માતા ગુડ્ડી રામબરન રાઠોડ આવી પહોંચ્યા હતા. અને ઝઘડો કરવા લાગ્યા હતા. આ દરમિાયન ફરિયાદીએ ગાળો ગાળો ન બોલવાનું કહેતા આરોપીઓ ઉશ્કેરાઇ ગયા હતા. અને ફરી મારા મારી પર ઉતરી આવ્યા હતા. તો બીજી તરફ આરોપી સુરજ ક્યાંકથી તલવાર લઇને દોડી આવ્યો હતો. અને ફરિયાદી કિસન બધેલ પર ઘાતકી હુમલો કર્યો હતો. સુરજે કિસન બધેલને તલવાર મારતા માથાના ડાબા ભાગે વાગી જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ દરમિયાન આરોપીઓએ સોનાની ચેન પણ ઝૂંટવી લીધી હતી.
આ મામલે કિસન બધેલે સુરજ રામબરન રાઠોડ, રામસીંગ ગુર્જર, કાલુ નવલસિંગ બદોરીયા તેમજ ગુડ્ડી રામબરન સામે ફરિયાદ નોંધાવી કાર્યવાહીની માંગ કરી છે.