યોજનાનો ઉદ્દેશ શું છે :-આ યોજનાનો લાભ લઈને તેઓ ક્યાં તો પોતાનો વ્યવસાય શરૂ કરી શકે છે અથવા ક્યાંક નોકરી પણ કરી શકે છે. આ ઉપરાંત, આ યોજના અંતર્ગત સરકારી કક્ષાએ પણ કુશળ કામદારોને નોકરી મળે તે માટેના પ્રયત્નો કરવામાં આવે છે. જોબ ફેર જેવા મંચ આ માટે અસરકારક સાબિત થાય છે.
ક્યાથી કરી શકશો રજિસ્ટ્રેશન :- આ યોજનામાં અરજી કરવા માટે http://pmkvyofficial.org/ પર જઇને નામ, સરનામું અને ઇ-મેલ વગેરે ભરવા પડે છે. ત્યારબાદ અરજદાર જે ટેક્નોલોજીકલ સેક્ટરમાં ટ્રેનિંગ લેવા માગતું હોય તે સિલેક્ટ કરવાનો રહેશે. તેમાં કન્સ્ટ્રક્શન, ઇલેક્ટ્રિોનિક્સ, હાર્ડવેર, ફૂડ પ્રોસેસિંગ, ફર્નિચર અને ફિટિંગ હેન્ડીક્રાફ્ટ, જેમ્સ જ્વેલરી અને લેધર ટેક્નોલોજી જેવાં આશરે 40 ટેક્નોલોજીકલ સેક્ટર આપવામાં આવ્યા છે. આ માહિતી ભર્યા પછી, તમારે તમારું ટ્રેનિંગ સેન્ટર પસંદ કરવું પડશે.
રૂ. 1.5 લાખની મળશે લોન
આ યોજનામાં સરકાર 1.5 લાખ રૂપિયા સુધીની લોન પણ પૂરી પાડે છે. આ યોજનામાં રજિસ્ટ્રેશન માટે જે લોકો 12 પાસ હોય અથવા ગ્રેજ્યુએટ કે ગ્રેજ્યુએશન કર્યું હોય તેઓ પાત્ર બને છે. આ યોજના અંતર્ગત સરકાર દ્વારા ટ્રેનિંગ લેનારાઓ માટે જોબ ફેરનું આયોજન કરવામાં આવે છે. તે દર 6 મહિને એકવાર યોજવામાં આવે છે.