સિંઘુ બૉર્ડર ખાતે કૃષિકાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોએ મોડી રાત્રે પત્રકારપરિષદ યોજી હતી જેમાં દાવો કરવામાં આવ્યો કે 26 જાન્યુઆરીની ટ્રૅક્ટર રેલીમાં હિંસા ભડકાવવાનું કાવતરું રચવામાં આવ્યું હતું.
ખેડૂત નેતાઓએ અહીં એક શખ્સને રજૂ કર્યો હતો જેમણે કહ્યું હતું કે 26 જાન્યુઆરીના રોજ ટ્ર્રૅક્ટર રેલીમાં હિંસા ભડકાવી ચાર ખેડૂત નેતાઓને ગોળી મારવાની યોજના બનાવવામાં આવી હતી.
એ શખ્સે વિગતવાર હિંસાની યોજના જણાવી કે કેવી રીતે ગોળીબાર કરીને પોલીસ અને ખેડૂતોને સામસામે લાવવાના હતા જેથી હિંસા ભડકે.
ત્યારબાદ ખેડૂતોએ આ શખ્સને સ્થાનિક પોલીસને સોંપી દીધો હતો..ખેડૂત નેતા કુલવંત સિંહ સંધુએ કહ્યું કે વિભિન્ન એજન્સીઓ ખેડૂત આંદોલનમાં ગડભડ કરવાના પ્રયાસ કરી રહી છે. આ મામલે પોલીસ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.
ખેડૂતોએ રજૂ કરેલા શું કર્યું ?
સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે ત્રણ કૃષિકાયદાઓને લઈને 11 મી વાતચીતમાં પણ કોઈ ઉકેલ આવ્યો નથી..શુક્રવારે વિજ્ઞાન ભવનમાં થયેલી વાતચીતમાં સરકારે પોતાની તરફથી આપવામાં આવેલા પ્રસ્તાવ પર વાત કરવા કહ્યું જેને ખેડૂતોએ નકારી કાઢ્યો..ખેડૂત નેતાઓ એ કહ્યું કે, આ બેઠક માંડ 15-20 મિનિટ ચાલી..સરકારે દોઢ વર્ષ માટે કાયદાઓ સ્થગિત કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે જે ખેડૂતોને મંજૂર નથી.” આગળની બેઠક માટે કોઈ તારીખ આપવામાં નથી આવી.’એક ખેડૂત નેતાએ કહ્યું કે, ઘરમાં દરેકને પોતાની વાત રજૂ કરવાનો અધિકાર હોય છે. ઘરમાં જો ચાર લોકો હોય તો દરેકનો મત અલગ હોય છે પરંતુ છેવટે એક જ મત બને છે. દરેક એ વાત પર સહમત છે કે કાયદાઓ રદ થવા જોઈએ.
પ્રજાસત્તાકદિને ટ્રૅક્ટર રેલી
ટ્રૅક્ટર રેલીને લઈને ખેડૂત નેતાઓએ કહ્યું કે અમે બે દિવસ અગાઉ 24 તારીખે એનો પ્રસ્તાવ બનાવીને આપીશું.સરકાર એમએસપી બાબતે પણ ગૅરંટી આપવાને બદલે કમિટિ બનાવવાનો પ્રસ્તાવ આપે છે.ખેડૂત સંગઠનો દિલ્હી બૉર્ડર પર બે મહિનાથી કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા ત્રણ કૃષિકાયદાઓ સામે આંદોલન કરે છે અને તેને રદ કરવાની માગ કરે છે..વિજ્ઞાન ભવનની બહાર હાજર એક ખેડૂત નેતાએ કહ્યું કે સરકારે કોઈ નવો પ્રસ્તાવ નથી આપ્યો, આગળના પ્રસ્તાવની જ વાત કરે છે.