શંકરસિંહ વાઘેલા ફરીથી આ કોંગ્રેસ પક્ષમાં જોડાઈ શકે છે,?રાજકીય સૂત્રો.

શંકરસિંહ વાઘેલા ફરીથી આ કોંગ્રેસ પક્ષમાં જોડાઈ શકે છે,?રાજકીય સૂત્રો.

Share with:


ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે, જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ રાજકીય માહોલ પણ જામી રહ્યો છે. ત્યારે રાજ્યના રાજકારણમાં અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ નેતા ફરી એક વાર કોંગ્રેસમાં જોડાઈ શકે છે.સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ, શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસમાં પાછા ફરવાની ઇચ્છા દર્શાવી હતી. કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી શંકરસિંહ વાઘેલાને પાછા લાવવા મધ્યસ્થી કરી રહ્યાં છે.જો કે, આ અંગે હજુ સુધી બંને તરફથી કોઇ સત્તાવાર સમર્થન મળ્યું નથી. મહત્વનું છે કે, શંકરસિંહ વાઘેલીની ઘરવાપસીને લઇને કોંગ્રેસ હાઇકમાન્ડ મહોર લગાવશે કે નહીં તે પણ મોટો પ્રશ્ન છે. મહત્વનું છે કે, રાજ્યસભાની ચૂંટણી વખતે શંકરસિંહ બાપુના કહેવાથી કોંગ્રેસના 8 ધારાસભ્યોએ ક્રોસવોટિંગ કર્યું હતું.

Share with:


News