વડોદરા – RPIના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી રામદાસ આઠવલેએ વડોદરાની મુલાકાત લીધીઆગામી દિવસોમાં આવી રહેલી વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ અમારી સાથે ગઠબંધન નહીં કરે તો અમારી પાર્ટીના 24 ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતારીશું. તેમ કેન્દ્રમાં એનડીએના સાથી પક્ષ આર.પી.આઇ.ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સામાજિક ન્યાય અને અધિકાર મંત્રી રામદાસ આઠવલેએ જણાવ્યું હતું. રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી રામદાસ આઠવલે આજે વડોદરામાં આવ્યા હતા. તેઓએ સયાજીગંજ ખાતે આવેલા ભાજપ કાર્યાલયની બાજુમાં આર..પી.આઇ.ની ઓફિસનું ઉદ્દઘાટન કર્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાજો ભાજપ તૈયાર થશે તો અમે તેમના વોર્ડના ઉમેદવારો માટે કામ કરીશું
કાર્યાલયના ઉદ્ઘાટન બાદ પત્રકારો સાથેની વાતચીતમાં રામદાસજી આઠવલેએ જણાવ્યું હતું કે, કેન્દ્રમાં એનડીએ સરકારમાં અમારું ગઠબંધન છે. આથી અમો ઈચ્છીએ છે કે ગુજરાતમાં આવી રહેલી કોર્પોરેશનની ચૂંટણીઓમાં પણ ભાજપ દ્વારા ગઠબંધન કરવામાં આવે. વડોદરામાં અમે 19 વોર્ડમાંથી 6 વોર્ડ માટે 24 ઉમેદવારોની માંગણી કરીશું. જો ભાજપ દ્વારા અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો ચૂંટણી લડવા માટે અમારા ઉમેદવારો તૈયાર છે. અને જો ભાજપ તૈયાર થશે તો અમે તેમના વોર્ડના ઉમેદવારો માટે કામ કરીશું.

સમગ્ર દેશવાસીઓ માટેના આરોગ્ય માટેની છે. દરેક લોકોએ વેકસીનનો લાભ લેવો જોઈએ
વધુમાં તેમણે જણાવ્યું હતું કે અમારી પાર્ટી દ્વારા માત્ર વડોદરામાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં મહાનગરપાલિકાઓની ચૂંટણીઓમાં ચૂંટણી લડવા માટે તૈયાર છે. અમારી પાસે ચૂંટણી લડવા માટે અનેક મુદ્દાઓની રૂપરેખા તૈયાર છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, હાલ સમગ્ર ભારતમાં કોરોના સામે રક્ષણ આપતી વેક્સિન આપવાનુ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ વેક્સિન ભાજપ સરકારની નહીં પરંતુ સમગ્ર દેશવાસીઓ માટેના આરોગ્ય માટેની છે. દરેક લોકોએ વેકસીનનો લાભ લેવો જોઈએ.

દેશમાં બનેલી વેક્સીન ભારત માટે ગૌરવની વાત છે. હું પણ વેક્સિન લેવાનો છું
સરકાર દ્વારા કોઈને વેક્સિન લેવા માટે ફરજ પાડવામાં આવશે નહીં. ભારત દેશમાં બનેલી વેક્સીન ભારત માટે ગૌરવની વાત છે. હું પણ વેક્સિન લેવાનો છું.તેમણે ઓબીસીને મળવા પાત્ર લાભો અને નોકરીઓ માટે જણાવ્યું હતું કે, સરકારી અને અર્ધસરકારી વિભાગોમાં નોકરીઓ મળવી જોઈએ. અતો ઠીક પ્રાઇવેટ સેક્ટરમાં પણ ઓબીસી ને અનામત મળવું જોઇએ. અને તે માટે કાયદો બનાવવાની જરૂર છે.

વડોદરામાં રાજકીય ધમધમાટ શરૂ થઈ ગયો
ઉલ્લેખનીય છે કે આગામી આવી રહેલી કોર્પોરેશનની ચૂંટણીને પગલે વડોદરામાં રાજકીય ધમધમાટ શરૂ થઈ ગયો છે. અને વિવિધ રાજકીય પક્ષોના રાષ્ટ્રીય કક્ષાનાના નેતાઓ પોતાની પાર્ટીને લાઈમ લાઈટમાં લાવવા માટેના પ્રયાસો શરૂ કરી દીધા છે. તે સાથે વડોદરામાં બારેમાસ અદ્રશ્ય રહેતી પાર્ટીઓના હોર્ડિંગ લાગવાની શરૂઆત થઈ ગઈ છે.


RPIના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી રામદાસ આઠવલેએ વડોદરાની મુલાકાત લીધીઆગામી દિવસોમાં આવી રહેલી વડોદરામહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ અમારી સાથે ગઠબંધન નહીં કરે તો અમારી પાર્ટીના 24 ઉમેદવારોને ચૂંટણીમેદાનમાઉતારીશું
Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!