છેલ્લાં પાંચ વર્ષમાં સૌથી વધુ છે. રાજ્યના અલગ અલગ વિભાગના કુલ 38 અધિકારી-કર્મચારીઓની રૂ. 50 કરોડ 11 લાખ 12 હજાર 824 આવક કરતા વધુ સંપત્તિના રૂપમાં સપાટી પર આવી છે. 2020ના વર્ષમાં ગુજરાત રાજ્ય લાંચ રુશ્વત વિરોધી બ્યૂરોની ટીમે કુલ 198 કેસ કર્યા છે. 307ની ધરપકડ કરી છે. સજાના પ્રમાણમાં 17 ટકાનો વધારો થયો છે. એકંદરે 2020નું વર્ષ ACB માટે સફળ રહ્યું છે.

આવક કરતા વધુ સંપત્તિ ધરાવનારા 38 લાંચિયા અધિકારી પાસેથી અધધ 50 કરોડની રકમ મળી ?

ACBના વડા ડૉ. કેશવકુમાર CBIથી ફરજ બજાવી પરત ફર્યા છે. વળી, પ્રમાણિક અને વહીવટી કુશળતા ધરાવતા કડક અધિકારી છે, જેથી કોઈની પણ શેહ શરમ રાખ્યા વગર નિષ્પક્ષ રીતે ACBની ટીમ કામ કરી રહી છે, જેનું આ પરિણામ છે. વીતેલા વર્ષની કામગીરીનું સરવૈયું જોઇએ તો સરકારી અધિકારી-કર્મચારી અને ખાનગી વ્યક્તિ મળી કુલ 307 સામે 198 ગુના નોંધાયા છે, જેમાં ક્લાસ 1 ઓફિસર-7, ક્લાસ 2 ઓફિસર-41, ક્લાસ 3- 150 અને 97 ખાનગી વ્યક્તિનો સમાવેશ થાય છે.

આવક કરતા વધુ સંપત્તિ શોધી કાઢવાની કપરી કામગીરી કરવામાં ACBની ટીમે સફળતા પ્રાપ્ત કરી છે. રકમ અને સંખ્યા બન્ને ACBના ઇતિહાસની અભૂતપૂર્વ ઘટના છે. કુલ 38 અધિકારી-કર્મચારી પાસેથી 50 કરોડથી વધુ રકમની આવક કરતા વધુ સંપત્તિ હાથ લાગી છે. જેમાં ક્લાસ 1 ઓફિસર-3, ક્લાસ 2 ઓફિસર-11, ક્લાસ 3-24નો સમાવેશ થાય છે. કુલ 198 ગુનામાંથી 174માં ચાર્જશીટ કરી દેવામાં આવી છે.

ગુજરાત રાજ્ય એન્ટિ કરપ્શન બ્યૂરોમાં એક ખાસ ટીમની રચના કરવામાં આવી છે. ભારતમાં કોઇ જગ્યાએ આ રીતે ACBની ખાસ ટીમ કાર્યરત નથી. આવક કરતા વધુ સંપત્તિ શોધી કાઢવા માટે આસિસ્ટન્ટ ડિરેક્ટરના વડપણ તળે BADA(બેનામી અને અપ્રમાણસર મિલકત યુનિટ)ની રચના કરવામાં આવી છે. જેના કારણે આટલી મોટી સફળતા સાંપડી છે.


લાંચિયા અધિકારીઓ-કર્મચારીઓ ફરતે ગાળિયો ફીટ કરવામાં લાંચ રુશ્વતવિરોધી બ્યૂરોને વીતેલા વર્ષમાં ખૂબ સારી સફળતા મળી છે.
Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!