અમદાવાદ શહેરના હાટકેશ્વર- અજીત મિલ રોડ પર આવેલી હોટલ અતિથિમાં હત્યા અને આપ ઘાતની ઘટના બની છે. પતિએ પત્નીની ઘાતકી હત્યા કર્યા બાદ પોતાની જાતે ગળાના ભાગે છરી મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હત્યાની ઘટનાની જાણ થતાંજ બાપુનગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસમાં લાગી ગઇ છે. તો બીજી આપઘાતનો પ્રયાસ કરનાર કાતિલ પતિ સારવાર હેઠળ છે.
પ્રાથમિક તપાસમાં, પત્નીની હત્યા કરનાર પતિનું નામ મેહુલ સોલંકી તેમજ મૃતક પત્નીનું નામ યોગીતા સોલંકી હોવાનું જાણવા મળ્યું છે. બંને અમરાઈવાડી વિસ્તારમાં સ્લમ ક્વાર્ટ્સમાં રહેતા હતા. જે રૂમમાં મહિલાનો મૃતદેહ મળી આવ્યો તે રૂમાં બર્થ ડે સેલિબ્રેશન ચાલતું હોવાનું માલુમ પડ્યું છે.એટલું જ દિવાલ પર હેપ્પી બર્થ ડે પિયુસ નામ લખેલું હતું. પોલીસ સુત્રોનું માનવું છે કે, પ્રેમ સંબધમાં આ ખૂની ખેલ ખેલાયો હોવાનું મનાય છે.
હાલ, ઘટનાસ્થળે દોડી ગયેલી પોલીસે આપઘાતનો પ્રયાસ કરનાર પતિને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. તો બીજી તરફ મૃતક મહિલાની લાશને પોસ્ટ મોર્ટમ માચે સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવી છે. પોલીસે જણાવ્યું હાલ આ મામલે તપાસ ચાલી રહી છે. ટૂંક સમયમાં સંપૂર્ણ માહિતી આપવામાં આવશે