અમદાવાદ CID ક્રાઇમ :- કારંજ ત્રણ દરવાજા પાસે ચપ્પલની આડમાં એમડી ડ્રગ્સની પડીકીનું વેચાણ કરતા શખ્સને ગ્રાહકના સ્વાંગમાં રેડ કરી ઝડપી લીધો હતો. પોલીસ તપાસમાં આરોપી 10 મહિનાથી આ ગેરકાયદેસર ધંધામાં સક્રિય હતો. શાહપુર ખાતે રહેતા ઝરીનાખાનના પુત્રનો સાળો સજ્જુ એમડી ડ્રગ્સ આરોપીને સપ્લાય કરતો હોવાનું ખુલ્યું છે. પોલીસે આ ગુનામાં એક આરોપીને ઝડપી લીધો છે,જ્યારે શાહઆલમ ખાતે રહતો સજ્જુ ફરાર છે CID ક્રાઈમ ગાંધીનગરના નાર્કોટીક્સ સેલના પીએસઆઈ એન.આર.પટેલના સ્ક્વોડના હેડ કોન્સ્ટેબલ કિશન કવિ તથા અજય લિમ્બાચીયાને બાતમી મળી હતી કે કારંજમાં ત્રણ દરવાજા પાસે અલ્માશ ઉર્ફે શહેઝાદ શેખ નામનો ઈસમ ગેરકાયદેસર રીતે માદક પદાર્થોનું વેચાણ કરે છે. સીઆઈડી ક્રાઈમની ટીમે બાતમીના આધારે ત્રણ દરવાજા પાસે એક્સેસ સ્કૂટર પાસે ચપ્પલનો પથારો પાથરી ઉભેલા ઈસમ પાસે મહિલા પોલીસ ગીતાબહેન ચૌધરી, આશાબહેન ચૌધરી અને શિલ્પાબહેન પટેલને ગ્રાહકના સ્વાંગમાં આરોપી પાસે મોકલ્યા હતા.

CID ક્રાઈમ ગાંધીનગરના નાર્કોટીક્સ સેલના પીએસઆઈ એન.આર.પટેલના સ્ક્વોડના હેડ કોન્સ્ટેબલ કિશન કવિ તથા અજય લિમ્બાચીયાને બાતમી મળી હતી કે કારંજમાં ત્રણ દરવાજા પાસે અલ્માશ ઉર્ફે શહેઝાદ શેખ નામનો ઈસમ ગેરકાયદેસર રીતે માદક પદાર્થોનું વેચાણ કરે છે

મહિલા પોલીસે ચપ્પલનો ભાવતાલ કરાવ્યો દરમિયાનમાં અન્ય કર્મચારીઓએ આરોપીને ઘેરી લઈ ઝડપી લીધો હતોઆરોપીની તપાસ કરતાં પોલીસને ખિસ્સામાંથી પ્લાસ્ટીક થેલીમાં સફેદ રંગનો MD પાઉડર ઉપરાંત મોબાઈલ ફોન, એક્સેસ સ્કૂટર તથા રોકડ રૂ. 8200 મળી આવ્યા હતાં. પોલીસના જણાવ્યા અનુસાર 0.990 મિલિગ્રામ વજન ધરાવતાં એમ.ડી. ડ્રગની કિંમત આશરે રૂ. દસ હજાર જેટલી થાય છે.પ્રાથમિક પૂછપરછ કરતાં પોલીસને જાણવા મળ્યું હતું કે, શાહઆલમ ખાતે રહેતા સજ્જુ પાસેથી MD ડ્રગ્સની 5 પડીકી રૂ. દસ હજારમાં છુટ્ટક વેચાણ માટે લાવ્યો હતો. સજ્જુ ડ્રગ્સના ધંધામાં પંકાયેલા કુખ્યાત ઝરીનાખાનના પુત્રનો સાળો થાય છે. પકડાયેલો આરોપી અલ્માશ ઉર્ફ શહેઝાદ અલ્તાફ શેખ રહે, લતીફગલી, ત્રણ દરવાજા કારંજનાનો છેલ્લા 10 મહિનાથી એમડી ડ્રગ્સનો ગેરકાયદેસર ધંધો કરે છે.


ચપ્પલની આડમાં MDનું વેચાણ કરતા. શખ્સને CID ક્રાઇમે ઝડપ્યો. ઝરીનાના પુત્રનો સાળો સજ્જુ ફરાર.
Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!