ગરીબ પરિવારની ઉર્વશી પરમારને પોતાની મહેનતના બળે ભારતની ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવ્યું છે. અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રહે છે આ ઉર્વશી પરમાર. દર રવિવારે અમદાવાદથી વડોદરા અપડાઉન કરવા ઉપરાંત અનેક સંઘર્ષો કરીને ભારતીય ટીમમાં પોતાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. બાપુનગર વિસ્તારમાં રહેતી દિવ્યાંગ મહિલા ક્રિકેટર ઉર્વશી પરમારનો ભારતીય ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતીય મહિલા ફીઝીકલ ચેલેન્જડ ક્રિકેટ ટીમમાં સમાવેશ થતાં ઉર્વશી અને આસપાસનાં વિસ્તારોમાં ખુશીનો માહોલ છવાયો છે. દર રવિવારે અમદાવાદથી બરોડા અપડાઉન સાથેનો સંઘર્ષ કરીને ક્રિકેટર બનવા સુધીની તેમની સફર ખુબ જ સંઘર્ષરત રહી છે. ઘણી વખત બસમાં જગ્યા નહી મળવાનાં કારણે દિવ્યાંગ હોવા છતા પણ ઉભા-ઉભા બરોડા જઈને પ્રેક્ટિસ કરતા હતા. બાંગ્લાદેશ સામેની શ્રેણી રમવા માટે ટીમ ઇન્ડિયામાં થયો છે સમાવેશ, ઉર્વશી પરમાર પાસે પ્રેક્ટિસ માટે પુરતા ક્રિકેટના સાધનોનો અભાવ હોવા છતા તેમણે ખુબ જ પ્રેક્ટિસ કરીને આ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ઉર્વશી વિકેટકીપર છે. ઉર્વશી પોતાનાં ક્રિકેટ ક્ષેત્રમાં વિકેટકીપર મહેન્દ્રસિંહ ધોનીને પોતાનાં આઇડલ માને છે. મહેન્દ્રસિંહ ધોનીને જોઈને જ તેમણે વિકેટકિપિંગ પર પણ હાથ અજમાવ્યો છે. સીરીઝ રમ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મહેન્દ્રસિંહ ધોનીને મળવા માટેની ઇચ્છા પણ વ્યક્ત કરી ચુક્યા છે. સરકાર અને તંત્ર પાસે ક્રિકેટની પ્રેકિટસના સાધનો મળે તો પોતાનાં પર્ફોમન્સમાં ઘણો સુધારો થઇ શકે છે.