કુંભ ગયેલા લોકોને ગુજરાતમાં સીધો પ્રવેશ નહીં મળે, CM રૂપાણીએ લીધો મોટો નિર્ણય.
ભારતમાં એક બાજુ કોરોના વાયરસનો કહેર યથાવત છે અને આ ઘાતક વાયરસના કારણે મોટી સંખ્યામાં લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે, ત્યારે સરકાર દ્વારા લોકોને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા માટે કહેવામાં આવી રહ્યું છે.
બીજી બાજુ દેવભૂમિ ઉત્તરાખંડમાં ચાલી રહેલા કુંભ મેળામાં શાહી સ્નાન માટે લાખો લોકો ઉમટી પડ્યા છે અને હવે આ જ જનમેદની દેશ માટે કોરોનાની સુપરસ્પ્રેડર બની રહી છે, ત્યારે હવે આ સ્થિતિને લઈ ગુજરાતમાં કોરોનાના કેસો ન વધે એ માટે રાજ્યની રૂપાણી સરકારે એક મોટો નિર્ણય કર્યો છે.અંગે મુખ્યમંત્રી રૂપાણીએ મહત્વનો નિર્ણય કરતા હવે હરિદ્વારના કુંભથી આવતા લોકોને રાજ્યમાં સીધી પ્રવેશ આપાશે નહીં. આ સ્થિતિમાં કુંભમાંથી આવતા લોકોને હવે પહેલા આઇસોલેટ કરવામાં આવશે. મુખ્યમંત્રી દ્વારા આ કુંભ યાત્રાએ ગયેલા વ્યકિત રાજ્યમાં સુપર સ્પ્રેડર ના બને એ માટે આ નિર્ણય કરાયો છે. આ માટે સરકારે કુંભમેળાથી પરત આવનારા લોકોનો સૌથી પહેલા કોરોના ટેસ્ટ ફરજીયાત કરવાનો પણ નિર્ણય કરાયો છે સી.એમ.રૂપાણીએ જણાવ્યું કે, છેલ્લા 15થી 20 દિવસથી કોરોનાનું વ્યાપક પ્રમાણમાં સંક્રમણ આપણે જોઇ રહ્યાં છે. સમગ્ર દેશમાં સંક્રમણ વધ્યું છે. બીજી લહેર ખૂબ વ્યાપક છે અને સ્થિતિ થોડી નાજૂક છે. આખેઆખા કુટંબને ચેપ લાગ્યો છે. જે માટે તમામ હૉસ્પિટલો સુસજ્જ થઇ રહ્યાં છે. છેલ્લા એક મહિનામાં રાજ્ય સરકારે 25થી 30 હજાર બેડનો વધારો કર્યો છે. બેડ સાથે 24 કલાક સ્ટાફ અને પેરામેડિકલ સ્ટાફની વ્યવસ્થા ઉભી કરી છે. લોકોને બેડની અછત પડે છે તેને નિવારવા માટે આપણે 15 દિવસમાં વધુ બેડની વ્યવસ્થા કરી રહ્યાં છીએ.