Share with:


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી માટે આજે વહેલી સવારથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. સવારના 7 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ હોવાથી શહેરીજનો મતદાન બૂથ પર લાઈન લગાવીને ઉભેલા જોવા મળી રહી હતી. કુબેરનગર BJP ઉમેદવાર પવન શર્મા ને પોતાની ” હાર ના ડર’ ને જોતા કોંગ્રેસના કાર્યકરો વચ્ચે બોલાચાલી કરવા લાગ્યા જેથી શાંતિ સુલેમાની ભંગ નાથાય તે માટે પોલીસ ઘટના સ્થળ પર આવી ગઈ. તેમજ ભાજપના નારોડ વિધાનસભા ના ધારાસભ્ય બલરામ થાવાણી પર ત્યાં દોડી ગયાં હતાં.

કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે બોલાચાલી ?
કુબેરનગર વોર્ડમાં NCP ઉમેદવાર નિકુલસિંહ તોમરના કાર્યકતાઓ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. જ્યાં તાત્કાલિક ડીસીપી ઝોન 4 સહિતનો પોલીસ કાફલો પોહચ્યો હતો. હાલમાં મામલો થાળે પડી ગયો છે.નિકુલસિંહ તોમરનો આક્ષેપ છે કે કુબેરનગર વોર્ડમાં સારું મતદાન થઈ રહ્યું છે અને ભાજપ દ્વારા માહોલ બગાડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. ભાજપ અમને ઉશ્કેરવાનો પ્રયત્ન કરી રહી છે.કુબેરનગર વોર્ડ અતિ સંવેદનશીલ મથકમાં આવે છે. જેથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોવા છતાં બોલાચાલી અને ગરમાગરમી થઈ હતી.

Share with:


By admin

Rakesh yadav

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!