પોલીસ કમિશ્નર

અમદાવાદ શહેરના એસજી હાઈવે પર સ્થિત કોલસેન્ટર મામલે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જેમાં કોલસેન્ટરના ડેટા સાથે બે યુવાનોની પોલીસે અટકાયત કર્યા બાદ તેના માલિક પાસેથી લાખો રૂપિયાની લાંચ ના અહેવાલ પ્રાપ્ત થયા છે. ઉલ્લેખનીય છે કે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના તત્કાલિન PI વાય બી જાડેજા, PSI અને પાંચ કોસ્ટેબલને પોલીસ કમિશ્નરે સસ્પેન્ડ કર્યા છે. સૂત્રો થી મળતી માહિતી પ્રમાણે 65 લાખનો તોડ કરવામાં આવ્યો હતો. આ બાદ શહેર કમિશ્નર એક્શનમાં આવ્યા હતા, અને તેમણે મહત્વનો નિર્ણય કર્યો હતો.”

કોલસેન્ટર મામલે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા.”
65 લાખનો તોડ કરવામાં આવ્યો હતો. આ બાદ શહેર કમિશ્નર એક્શનમાં આવ્યા.
અંદાજીત બે મહિના પહેલા આ કોલસેન્ટરના બે યુવાનોને ઝડપીને પ્રથમ 30 લાખ અને ત્યાર બાદ 35 લાખનો તોડ નક્કી કરવામાં આવ્યો હતો. આ મામલે પોલીસની છબી ખરડાઈ છે. ત્યારે આ મામલે ગરમાતા તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. જેમાં ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચે સંપૂર્ણ રિપોર્ટ પોલીસ કમિશ્નરને સોંપ્યો હતો. રિપોર્ટમાં વધુ ખુલાસાઓ કરવામાં આવ્યા હતા, જેમાં કોલસેન્ટર તોડ કાંડ અને શહેરના પ્રખ્યાત પોપ્યુલર બિલ્ડર કેસના આરોપીઓને સારી સવલત આપવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

” તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી”કોલસેન્ટર તોડ કાંડ અને શહેરના પ્રખ્યાત પોપ્યુલર બિલ્ડર કેસના આરોપીઓને સારી સવલત આપવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો.
શું આ સમગ્ર કાંડમાં IPS અધિકારીઓની પણ સંડોવણી હતી? ત્યારે બીજી તરફ IPS અધિકારીઓની ભૂમિકાઓ પર પણ સવાલ ઉઠવામાં આવ્યા છે, જ્યારે બીજી તરફ આ તોડકાંડ કેસમાં IPS અધિકારીઓ પણ હોવાની ચર્ચાએ બેડામાં જણાઈ રહ્યું હતું, તપાસમાં માત્ર 7 પોલીસ અધિકારીઓ સામે કાર્ય વાહી કરવામાં આવી છે. આ સમગ્ર મામલે IPS અધિકારીઓની તમામ ભૂમિકાઓને પણ દબાવાવમાં આવી હોય તેવી ચર્ચા પણ ચરચાઈ રહી છે..


કમિશ્નર એક્શનમાં, વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના PI, PSI સહિત 7 કર્મી સસ્પેન્ડ: IPS અધિકારીઓની ભૂમિકા પર સવાલ?
Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!