અમદાવાદ શહેરનાં નરોડા પોલીસ સ્ટેશનમાં 60 વર્ષીય વૃધ્ધે તેમનાં 34 વર્ષીય દિકરા અનીલ પંડ્યાની આત્મહત્યાના કેસમાં દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે. યુવકની પત્નિ અને સાસુ દ્વારા પૈસાની માંગણી કરીને મારઝુડ કરતા યુવકને લાગી આવતા તેણે 5 જાન્યુઆરીએ ઘરમાં જ ગળેફાંસો ખાઈને આપધાત કર્યો હોવાનો આક્ષેપ પિતાએ કર્યો છે. જે આક્ષેપ આધારે પોલીસે ફરિયાદ નોંધી મૃતકની પત્ની અને સાસુની ધરપકડ કરવા તજવીજ હાથ ધરાઈ છે. નોંધનીય છે કે, ચાર મહિના પહેલાં યુવકે મેસેજ કર્યો હતો કે, મેરી પત્ની મેરા લીવર ભી ફેલ કર દે ગી?
ત્યારબાદ તેણે આત્મહત્યા કરતા પોલીસે તપાસ શરૂ કરી છે. ગાંધીનગરમાં રહેતા 60 વર્ષીય રાજેન્દ્ર કુમાર પંડ્યા નિવૃત્ત જીવન ગુજારે છે. તેમનો એક પુત્ર અનિલ પંડયા ઘણા વર્ષથી તેમનાથી અલગ રહે છે અને પાંચેક વર્ષથી તેને પ્રિયા ઉર્ફે સોફિયા નામની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા છે અને છેલ્લા એક માસથી તે નરોડામાં આવેલી દેવનંદન સંકલ્પ સીટી ખાતે રહેતો હતો. અનિલ ગાડીઓ સિઝ કરવાનું કામ કરતો હતો. 5 વર્ષ પહેલા અનિલ પંડ્યા નામનાં યુવકે પ્રિયા ઉર્ફે સુફિયા સાથે l પ્રેમલગ્ન કર્યા હતા. ગાડીઓ સીઝ કરવાનુ કામ કરતા અનિલનાં સાસુ શીલ્પીબેન અવારનવાર તેની પાસેથી ઉછીનાં પૈસાની માંગણી કરતા હતા. તેમજ બે મહિનાં પહેલા યુવકે તેની સાસુને પૈસા ન આપતા પત્નિએ તેને સાણસી પણ મારી હોવાની ધટના બની હતી. ચાર મહિનાં પહેલા અનિલે પોતાનાં ફોનમાંથી તેના માસીને વોઇસ રેકોર્ડ કરીને મેસેજ પણ મોકલ્યો હતો. જેમાં તેણે કહ્યુ હતુ કે “મે અનિલ પંડ્યા બોલ રહા હુ, આજસે મુજકો કુછ ભી હો જાયે તો ઉસકી જિમ્મેદારી મેરી ઓરત કી હે.. વો મેરે અંદર કા જીસ્મ દબા ચુકી હે ઓર મેરા લીવર ભી ફેલ કરને કી કોશીશ કી હે”. આટલું જ નહીં પૈસાની માંગણી કરીને સાસુ શિલ્પાબેન તેમજ યુવકની પત્નિ પ્રિયા ઉર્ફે સોફિયા દ્વારા પૈસા કમાવવાની તાકાત ન હોય તો મરી જા તેમ કહી ઝધડો કરતા હતા. જેથી આ તમામ પુરાવા એકત્ર કરી પોલીસે હાલ દુષપ્રેરણા નો ગુનો મૃતકની પત્ની અને સાસુ સામે નોંધી પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.