અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલ શખ્સ મોઈનખાન પાસેથી 1.70 લાખની કિંમતના એમડી ડ્રગ્સ મળી આવ્યું છે. આરોપી શહેરના લાલદરવાજા વિસ્તારમાં જાન સાહેબની ગલીમાં MD ડ્રગ્સનું વેચાણ કરતો હતો. પોલીસે આરોપીની પૂછપરછ કરતાં શહેરના શાહઆલમનો મુજી મુખ્ય સપ્લાયર હોવાનું ખુલ્યુ છે. કારંજ પોલીસે ગુનો દાખલ કરીને ડ્રગ્સ આપનારની વધુ તપાસ હાથ ધરી છે.
શહેરમા નશાનો કાળો કારોબાર ખુબજ ફૂલ્યો ફાલ્યો છે. કારંજ પોલીસે 1.70 લાખની કિંમતના એમડી ડ્રગ્સ સાથે મોઈનખાન ઉર્ફે પાપા પઠાણની ધરપકડ કરી છે. આરોપી જાન સાહેબની ગલી પાસે ડ્રગ્સનું વેચાણ કરતો હતો તે સમયે પોલીસે તેને ઝડપી પાડ્યો છે. આરોપી મોઈનની પુછપરછમાં શાહઆલમ ટોલ નાકા પાસે રહેતો અને એમડી ડ્રગ્સનો સપ્લાયર મુજીનું નામ સામે આવ્યુ છે જેની શોધખોળ હાથ ધરી છે.
કારંજ પોલીસના PI ડી વી તડવીને બાતમી મળી હતી કે જાન સાહેબની ગલીમાં હોટલ બાલવાસની ગલીના નાકે એક શખ્સ MD ડ્રગ્સનું વેચાણ કરી રહ્યો છે. પોલીસે બાતમીને આધારે આરોપી શખ્સને ઝડપી તેની પાસે તપાસ કરતા તેની પાસેથી 1.70 લાખ રૂપિયાની કિંમતનો 17 ગ્રામ MD ડ્રગ્સના પાવડરનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે આરોપીનું નામ પૂછતાં મોઈનખાન ઉર્ફ પાપા