ગુજરાત AAPએ 10 ઉમેદવાર જાહેર કર્યા, ચૂંટણી પહેલાં તમામ 182 ઉમેદવાર જાહેર કરશે !

ગુજરાત વિધાનસભા ચૂંટણી આડે હવે ગણતરીના મહિના બાકી છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ કરતાં સૌથી પહેલા આમ આદમી પાર્ટી(AAP) દ્વારા આજે 10 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર, ચૂંટણીના ત્રણ મહિના પહેલાં ઉમેદવારો જાહેર થશે. આજે 10 ઉમેદવારની પહેલી યાદી જાહેર થઈ છે.

ગોપાલ ઇટાલિયાએ વધુમાં જણાવ્યું કે, આમ આદમી પાર્ટી ગુજરાત વિધાનસભાની તમામ 182 બેઠકો ઉપર ચૂંટણી લડશે. આજે દસ જેટલા ઉમેદવારોની જાહેરાતો કરવામાં આવી છે ત્યારબાદ ધીરે-ધીરે તબક્કાવાર બીજા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવશે. આમ આદમી પાર્ટી અને BTPનું ગઠબંધન છે, ત્યારે BTP જે સીટ પર ઉમેદવાર ઊભો રાખશે ત્યાં આમ આદમી પાર્ટી તેને સપોર્ટ કરશે. તમામ બેઠકમાંથી કઈ સીટ પરથી આમ આદમી પાર્ટી અને કઈ સીટ પર BTP લડશે, તે અંગે આગામી દિવસોમાં નિર્ણય કરવામાં આવશે.

સોમવારે કેજરીવાલે ગુજરાતની જનતાને 5 ગેરંટી આપી

  1. પાંચ વર્ષમાં દરેક બેરોજગારોને રોજગારી.
  2. રોજગાર ન મળે ત્યાં સુધી દરેક બેરોજગારોને દર મહિને રૂ. ત્રણ હજાર
  3. 10 લાખ સરકારી નોકરી આપીશું.
  4. ગુજરાતમાં દરેક પેપર ફૂટે છે, આવાં કૃત્યો બંધ કરાવવા કાયદો લાવીશું
  5. સહકારી ક્ષેત્રે નોકરીની સિસ્ટમ પારદર્શક કરીશું, જેથી સામાન્ય માણસોને નોકરી 


ગુજરાત AAPએ 10 ઉમેદવાર જાહેર કર્યા, ચૂંટણી પહેલાં તમામ 182 ઉમેદવાર જાહેર કરશે !
Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!