આઝાદીનો અમૃત મહોત્સવ અને દાંડીયાત્રાના કાર્યક્રમમાં ભાગ લેવા માટે વડાપ્રધાન મોદી અમદાવાદ આવ્યા હતા. દાંડીયાત્રાને ફ્લેગ ઓફ કરાવ્યા બાદ પીએમ મોદી દિલ્હી જવા રવાના થઈ ગયા હતા. ત્યાર બાદ કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો દાંડીયાત્રા કાઢવા ગાંધી આશ્રમ તરફ જવા માટે નીકળ્યા હતા, પરંતુ કોંગ્રેસ ઓફિસ બહારથી જ પોલીસે કોંગી નેતાઓને અટકાવવાની શરૂઆત કરી હતી. જોકે પોલીસ તેમને અટકાવી શકી ન હતી. આ દરમિયાન પોલીસ અને કોંગી કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું.
આમ છતાં કોંગ્રેસના કાર્યકરો એલિસબ્રિજ સુધી પહોંચી ગયા હતા. તેમાં પણ કોંગ્રેસનાં પ્રગતિ આહીર તો મહિલા PSIના હાથમાંથી છટકીને આગળ વધી ગયાં હતાં,
વહેલાં સવારે કોંગ્રેસ દ્વારા ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસની રેલી શરૂ થાય એ પહેલાં કોંગ્રેસના નેતાઓ અને ધારાસભ્યને નજરકેદ કરી લેવામાં આવ્યા હતા. કોંગ્રેસ પક્ષની દાંડીયાત્રા પરમિશન વગર કાઢતાં કોંગ્રેસના નેતા અમિત ચાવડા, સિદ્ધાર્થ પટેલ, પરેશ ધાનાણી સહિતના કાર્યકરો અને નેતાઓની કાર્યાલય બહારથી જ અટકાયત કરવા આવી હતી.