અમદાવાદ ના સરદારનગર વિસ્તારમાં NCP નેતા રેશ્મા પટેલ ને માસ્ક ન પહેરવા બાબતે પોલીસ એ કાયદા નો ભાન કરવ્યો ?

અમદાવાદ ના સરદારનગર વિસ્તારમાં NCP નેતા રેશ્મા પટેલ ને માસ્ક ન પહેરવા બાબતે પોલીસ એ કાયદા નો ભાન કરવ્યો ?

Share with:


અમદાવાદ શહેરમાં લોકોને ફરજીયાત માસ્ક પહેરવા અને સોશ્યલ ડિસ્ટન્સ રાખવા પોલીસ કડક રીતે અમલ કરાવે અને જો કોઈ વ્યક્તિ માસ્ક ના પહેરે તો 1000 રૂપિયા દંડ વસુલ કરવાની કાર્યવાહી કરે. જેના ભાગ રૂપે અને 31ડિસેમ્બર ને ધ્યાનમાં રાખી આજે અમદાવાદ શહેરમાં પોલીસ સવાર થી વાહન ચેકીંગ કરીને યોગ્ય કાર્યવાહી કરી રહી છે.જે સંદર્ભમાં સરદારનગર પોલીસ પણ પોતાના વિસ્તારમાં ઠેર ઠેર નાકા ચાર રસ્તાઓ ઉપર પોલીસ પોઇન્ટ ગોઠવી વાહન ચેકીંગ અને માસ્ક ન પહેરનાર લોકો સામે દંડાત્મક કાર્યવાહી કરી રહી છે. તે દરમ્યાન સરદારનગર વિસ્તારનાં નોબલનગર ટર્નિંગ પાસેના વાલ્મિકી હાઉસ પાસે થી NCP ના નેતા રેશ્મા પટેલ અને તેમની સાથે એક મહિલા અને એક વ્યક્તિ એક કારમાં પસાર થઈ રહ્યા હતા ત્યારે વાહન ચેકીંગ પોઇન્ટ ઉપર ઉભેલા બે પોલીસકર્મિયો ની નજર તેમની કાર ઉપર પડતા નજરે આવ્યું હતું કે કારની અંદર એક મહિલાએ માસ્ક નથી પહેર્યો જેથી તેમણે કારને રોકાવી હતી.કાર અંદરથી NCP નેતા રેશ્મા પટેલે પોલીસકર્મિયો સાથે માસ્ક બાબતે રકઝક કરવાનું શરૂ કર્યુ ત્યારે બંને પોલીસકર્મીઓએ તાત્કાલિક સરદારનગરના મહિલા પીએસઆઈ આઈ. કે. મોથલિયા ને બોલાવી લીધા હતા.

   અમદાવાદ શહેરમાં લોકોને ફરજીયાત માસ્ક પહેરવા અને સોશ્યલ ડિસ્ટન્સ રાખવા પોલીસ કડક રીતે અમલ કરાવે અને જો કોઈ વ્યક્તિ માસ્ક ના પહેરે તો 1000 રૂપિયા દંડ વસુલ કરવાની કાર્યવાહી કરે. જેના ભાગ રૂપે અને 31ડિસેમ્બર ને ધ્યાનમાં રાખી આજે અમદાવાદ શહેરમાં પોલીસ સવાર થી વાહન ચેકીંગ કરીને યોગ્ય કાર્યવાહી કરી રહી છે.

       જે સંદર્ભમાં સરદારનગર પોલીસ પણ પોતાના વિસ્તારમાં ઠેર ઠેર નાકા ચાર રસ્તાઓ ઉપર પોલીસ પોઇન્ટ ગોઠવી વાહન ચેકીંગ અને માસ્ક ન પહેરનાર લોકો સામે દંડાત્મક કાર્યવાહી કરી રહી છે. તે દરમ્યાન સરદારનગર વિસ્તારનાં નોબલનગર ટર્નિંગ પાસેના વાલ્મિકી હાઉસ પાસે થી NCP ના નેતા રેશ્મા પટેલ અને તેમની સાથે એક મહિલા અને એક વ્યક્તિ એક કારમાં પસાર થઈ રહ્યા હતા ત્યારે વાહન ચેકીંગ પોઇન્ટ ઉપર ઉભેલા બે પોલીસકર્મિયો ની નજર તેમની કાર ઉપર પડતા નજરે આવ્યું હતું કે કારની અંદર એક મહિલાએ માસ્ક નથી પહેર્યો જેથી તેમણે કારને રોકાવી હતી.કાર અંદરથી NCP નેતા રેશ્મા પટેલે પોલીસકર્મિયો સાથે માસ્ક બાબતે રકઝક કરવાનું શરૂ કર્યુ ત્યારે બંને પોલીસકર્મીઓએ તાત્કાલિક સરદારનગરના મહિલા પીએસઆઈ આઈ. કે. મોથલિયા ને બોલાવી લીધા હતા.

          માસ્ક ન પહેર્યો હોવા છતાં પોતાની ભુલ સ્વીકારવાને બદલે રેશ્મા પટેલ પોતાના મોબાઈલ થી પોલીસકર્મીઓ અને મહિલા પીએસઆઈ નો વિડીયો ઉતારવાનું ચાલુ કરી પોલીસ સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યુ હતું. છતાં પણ એક મહિલા સમજીને સરદારનગર પોલીસ તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ રાજકીય પક્ષમા નેતા હોવાનું ભુત એમના ઉપર સવાર હતું .

એટલે તે પોલીસની કોઈ વાત માનવા તૈયાર થયા ન હતા અને ઊલટાનું પોલીસને દમ મારી કાયદો શીખવાડવાની કોસીશ કરતા રહ્યા

છેવટે જયારે સરદારનગર પોલીસના લાખ સમજાવવા છતાં રેશ્મા પટેલ માસ્કનું દંડ ભરવા રાજી ના થયા ત્યારે મહિલા પીએસઆઈ મોથલિયાએ શેરના માથે સવાશેર વાળી કરી.ત્યારબાદ  મહિલા પોએસઆઈ મોથલિયા રેશ્મા પટેલની ગાડીમાં પોતે બેસી ગયા અને તેમને સરદારનગર પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. આ સમગ્ર મામલાનો વિડીયો પણ વાયરલ થયો છે જેમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે, NCP નેતા રેશ્મા પટેલે માસ્ક પહેર્યો ન હોવા છતાં પોલીસ સાથે ઘર્ષણ કરતા નજરે પડ્યા હતા. જેથી ના છૂટકે પોલીસે મહિલા નેતા રેશ્મા પટેલને કાયદાનો ભાન કરાવવા અને પોલીસના કામમાં રુકાવટ કરવા બાબતે તેમની સામે 188 ની કલમ હેઠળ ગુનો નોંધી પોલીસનો અસલી પાવર બતાવ્યો હતો.

Share with:


News