શેરબજારના ઇનવેસ્ટરે  પત્રકારને આપી જાનથી મારી નાખવાની ધમકી, પાલડી પોલીસે હાથ ધરી તપાસ ?

શેરબજારના ઇનવેસ્ટરે પત્રકારને આપી જાનથી મારી નાખવાની ધમકી, પાલડી પોલીસે હાથ ધરી તપાસ ?

Share with:


અમદાવાદ શહેરના આંબાવાડી વિસ્તારમાં રહેતા જતીન ભાઈ પત્રકારે  પાલડી પોલીસ મથકમાં પ્રણય શાહ જે શેરબજારના ઇનવેસ્ટર સામે ફરિયાદ દાખલ કરી છે. પત્રકારે આરોપ લગાવ્યો છે કે ઇનવેસ્ટરે પ્રણય શાહ અસભ્યતાભર્યું વર્તન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી છે .

પત્રકારે જણાવ્યું હતું કે ઇનવેસ્ટર લોભામણી લાલચો આપી લોકો સાથે છેડરપીંડી કરતો હતો. આ અંગે ચેનલમાં પર્દાફાસ કરવા માટે પ્લાન ઘડ્યો હતો. જેની ખબર પડી જતાં ઇનવેસ્ટરે ન્યૂઝ ચેલનની ઓફિસમાં આવી ગંદી ગાળો આપી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાલ આ મામલે પોલીસે પત્રકારની ફરિયાદને આધારે બે લોકો સામે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. 
શહેરના આંબાવાડી વિસ્તારમાં રહેતા પત્રકાર ફરિયાદમા જણાવ્યું છે કે, ગુરૂકુળ મેમનગર ખાતે સહજાનંદ કોમ્પેલેક્ષમાં આવેલ શ્રીધન કન્સ્લટન નામની ઓફીસમાં પ્રણવ શાહ નામનો વ્યક્તિ શેરબજારમાં લાભામણી લાલચ આપી લોકોને છેતરવાનું કામ કરે છે.

તેવી હકિકત મળતા આ ચીંટીગનું નેશનલ ન્યૂઝમાં પર્દાફાસ કરવા તા.12-12-2020ના રોજ પત્રકાર  જતીન ભાઈ નથવાણી. પ્રણવ શાહને મળવા ગયા હતા. અને રોકાણ કરવાની વાત કરી હતી. ત્યારે પ્રણવ શાહે કેટલું રોકાણ કરવું તેવું જણાવ્યું હતું. જેના જવાબમાં જતીન ભાઈ નથવાણીએ 25 લાખનું રોકાણ કરવાનું કહ્યું હતું. એચલું જ નહીં જતીનભાઈ નથવાણીએ એમ પણ જણાવ્યું હતું કે જો હુ પૈસાનું રોકાણ કરૂ તેની જવાબદારી શું ? ત્યારે આરોપી ઇન્વેસ્ટર પ્રણવ શાહે પ્રોમેસરી નોટ લખી આપવાનું જણાવ્યું હતું. 
ત્યારબાદ પત્રકાર જતીનભાઈ નથવાણીએ વિચારીને જણાવશું કહી ત્યાંથી ચાલી નિકળ્યા હતા. બે દિવસ પછી આરોપીનો ફોન આવ્યો હતો અને એક ક્વેરી છે તેમ કરી મળવાનું કહ્યું હતુ. જતીનભાઈ નથવાણીએ તેમણે ફોન પર ઓફિસનું એડ્રેસ આપ્યું હતું. તારીખ 19-12-2020ના રોજ આરોપી પ્રણવ શાહ અન્ય બે વ્યક્તિઓ સાથે મળવા આવી પહોંચ્યો હતો. આ દરમિયાન ચેનલના બેનરો જોઇ આરોપી પ્રણવ શાહ ઉશ્કેરાઇ ગયો હતો અને પત્રકાર સાથે અભદ્ર વર્તન કર્યું હતું. અને ધમકી આપતા કહ્યું હતું કે તમે અમારી બનાવટ કરો છો. અત્યારે તો જઇએ છીએ પણ જાનથી મારી નાખીશ…
ઓફિસ મળવા આવેલા પ્રણવ શાહે પત્રકાર  જતીનભાઈ નથવાણી સાથે અસભ્યતાભર્યું વર્તન કરી જોર જોરથી ગંદી ગાળો આપી ભાગી ગયો હતો. જતા જતા જાનથી મારી નાખવાની ધમકી આપતા મામલો પોલીસ સ્ટેશન પહોચ્યો હતો. હાલ આ મામલે પાલડી પોલીસે આરોપી પ્રણવ શાહ તેમજ અન્ય એક આરોપી સામે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Share with:


News