ગુજરાત ATS ના પોલીસ ઇન્સ્પેક્ટર સી. આર. જાદવને ઉચ્ચ પ્રકારના કૌશલ્ય અને પ્રસંશનીય સેવા બદલ પદક, આશિષ ભાટિયા દ્વારા કરાયું સન્માન.

ગુજરાત ATS ના પોલીસ ઇન્સ્પેક્ટર સી. આર. જાદવને ઉચ્ચ પ્રકારના કૌશલ્ય અને પ્રસંશનીય સેવા બદલ પદક, આશિષ ભાટિયા દ્વારા કરાયું સન્માન.

Share with:


ગુજરાત ATS મા કાર્યરત પોલીસ ઇન્સ્પેક્ટર સી. આર. જાદવ (ચેતન જાદવ)ને કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા અસાધારણ આસુચના કૌશલ્યતા પદક માટે પસંદગી કરવામાં આવી છે. જેથી ગુજરાત રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા દ્વારા ATS ના કુશળ અને નીડર પોલીસ ઇન્સ્પેક્ટર સી. આર. જાદવને ઉચ્ચ પ્રકારના કૌશલ્ય અને ઉત્કૃષ્ટ કામગીરી બદલ  2020 નો એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.પોલીસ વડા  આશિષ ભાટિયા સાહેબના વરદહસ્તે પોલીસ ઇન્સ્પેક્ટર ચેતન જાદવને સર્ટિફિકેટ તથા પ્રશંસા પત્ર એનાયત કરવામાં આવ્યું હતું.તમને જણાવી દઈએ કે હાલ ગુજરાત ATS મા જાંબાઝ અને નીડર અધિકારી તરીકે કુશળ અને ઉત્કૃષ્ટ ફરજ નિભાવી રહેલા પોલીસ ઇન્સ્પેક્ટર સી. આર. જાદવે પોલીસ ખાતાની સફર રાજકોટ ગ્રામ્યથી કરી હતી. અને ત્યારબાદ તેમણે પોતાની ફરજ ઈમાનદારી અને નિષ્ઠાપૂર્વક બજાવી.જેમાં સૌ પ્રથમ શરૂઆત સુરતનાં ઉધના પોલીસ સ્ટેશનથી થઈ હતી. ઉધના પોલીસ સ્ટેશન ખાતે ફરજ નિભાવતા સુરત પોલીસ કમિશનર દ્વારા તેમને બેસ્ટ પોલીસ ઇન્સ્પેક્ટરનો એવોર્ડ મળ્યો.અને ત્યારબાદ તેમની બદલી સુરતનાં લીંબાયત પોલીસ સ્ટેશનમાં થઈ હતી. લીંબાયત પોલીસ સ્ટેશન સાથે પણ પોલીસ ઇન્સ્પેક્ટર સી. આર. જાદવનો નામ જોડાયેલો છે.લીંબાયત વિસ્તારમાં એક સાડા ત્રણ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરી તેની હત્યાં કરી દેવાઈ હતી. સાડા ત્રણ વર્ષની માસુમ બાળકીનુ દુષ્કર્મ અને મર્ડર કેસમાં આરોપીને બિહારથી પકડી લાવીને ફાંસીની સજા કરાવી હતી. ઉલ્લેખનિય છે કે દુષ્કર્મ અને હત્યાંના કેસમાં કોઈને ફાંસીની સજા થઈ હોય એ આ ગુજરાતનો પ્રથમ એકમાત્ર કેસ હતો.ત્યારબાદ પીઆઈ સી. આર. જાદવની બદલી અમદાવાદ ક્રાઈમબ્રાન્ચ ખાતે થઈ અને ત્યાં પણ તેમણે ખુબજ સરસ કામગીરી કરી હતી.

તેમની સારી કામગીરી જોઈ એમની બદલી અમદાવાદનાં સરદારનગર ખાતે કરવામાં આવી હતી. સરદારનગર વિસ્તાર એ ગુનાખોરી માટે જાણીતો વિસ્તાર છે અને ત્યાં કોઈ નોન કરપ્ટ અને કડક ઓફિસર હોય તોજ એ વિસ્તારને કંટ્રોલ કરી શકે. જેથી પીઆઈ ચેતન જાદવને સરદારનગર જેવા સંવેદનશીલ પોલીસ સ્ટેશનની જવાબદારી સોંપવામાં આવી હતી. સરદારનગર પોલીસ સ્ટેશનનો હવાલો સંભાળ્યા બાદ પોલીસ ઇન્સ્પેક્ટર સી. આર. જાદવ દ્વારા વિસ્તારમાં ચાલતી બદીઓ ઉપર સારી રીતે અંકુશ મેળવ્યો હતો, અને મોટા નાના જુગારના સંચાલકો અને દારૂના અડ્ડા ચાલવતા બુટલેગરોને ભોય ભેગા કરી દીધા હતા. પરંતુ આટલુંજ નહી સરદારનગર પોલીસ સ્ટેશન મા રેકોર્ડબ્રેક 102 પાસા કરી હતી, જે ગુજરાતનો પ્રથમ પોલીસ સ્ટેશન અને એકમાત્ર પોલીસ ઇન્સ્પેક્ટર બન્યા હતા જેમણે ટૂંકા 7 મહિનાના કાર્યકાળ દરમ્યાન આટલી ઉત્કૃષ્ટ કામગીરી કરી રેકોર્ડબ્રેક પાસા કરી હતી. સાથે સાથે 31 ડિસેમ્બરના રોજ એકજ દિવસમાં 109 પ્રોહિબિશનના કેસ કર્યા હતા જે પણ એક રેકોર્ડ છે. ઉલ્લેખનિય છે કે પોલીસ ઇન્સ્પેક્ટર સી. આર. જાદવે સરદારનગર પોલીસ સ્ટેશનમાં દેશી વિદેશી દારૂનો ધંધો કરતા નાના મોટા બુટલેગરો ઉપર 3000 દારૂના કેસ કરી રેકોર્ડ કાયમ કર્યો હતો.

સરદારનગર બાદ પોલીસ ઇન્સ્પેક્ટર ચેતન જાદવની બદલી ગુજરાત પોલીસ વિભાગના આતંકવાદી વિરોધી દળ (ATS) ખાતે કરવામાં આવી હતી. ત્યાં પણ પીઆઈ જાદવ દ્વારા પોતાની આગવી સૂઝબુઝ અને મજબૂત નેટવર્ક તથા કુશળ કાર્યશૈલી દ્વારા અમદાવાદ સિરિયલ બૉમ્બ બ્લાસ્ટ સહીત આતંકવાદ સબંધી ઘણા આરોપીઓને ઝડપી પાડવામા સફળતા હાંસલ કરી હતી. તેમજ નકલી નોટો, નાર્કોટિક્સ, પોટા, ટાટા અને હથિયારના ઘણા કેસો કરી આરોપીઓને ઝડપી પાડીને  સફળતા મેળવી ગુજરાત પોલીસનો ગૌરવ ગર્વ થી વધાર્યો છે. ATS ના બહાદુર અને ગૌરવશાળી પોલીસ ઇન્સ્પેક્ટરની નીડર અને ઉત્કૃષ્ટ કામગિરી બદલ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા તેમની ઉચ્ચ પ્રકારના કૌશલ્ય અને પ્રશંસનિય કામગિરી બદલ તેમની 2020 ના એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી હતી. જેથી આજરોજ ગુજરાત રાજ્યના પોલીસવડા આશિષ ભાટિયા સાહેબ દ્વારા પીઆઈ સી. આર જાદવનુ સન્માન કરવામાં આવ્યું હતું, અને સાથે સર્ટિફિકેટ અને પ્રશંસા પત્ર પ્રદાન કરવામાં આવ્યો હતો.

Share with:


News