દેશભરમાં આગામી 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણ અભિયાન શરૂ થશે. ત્યારે રસીકરણ અભિયાનની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. રાજ્ય સરકારોને આ અંગે માર્ગદર્શન માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે નવી દિલ્હીથી વીડિયો કોન્ફરન્સ યોજી ચર્ચા કરી હતી. આ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રધાનમંત્રી સાથે ચર્ચા કરી હતી. ત્યારબાદ નાયબ મુખ્યમંત્રીએ રસીકરણને લઇને પ્રેસ કોન્ફરન્સ કરી હતી.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વેક્સિનેશનને લઇને કરી પ્રેસ કોન્ફરન્સપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તમામ રાજ્યના મુખ્યમંત્રી સાથે કરી બેઠક16 જાન્યુઆરીએ દેશભરમાં વેક્સિનેશન અભિયાન થવાનું છે શરૂદેશભરમાં કોરોનાના વેક્શિનેશન માટે તૈયારીઓ તેજ થઇ ચૂકી છે. ત્યારે આજે કોરોના વેક્સિનને લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તમામ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી હતી. આ દરમિયાન વેક્સિનની ફાળવણી અને તૈયારી મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ગુજરાતમાં આ રસીકરણ અંગે રાજ્ય સરકારની સજ્જતા અને પૂર્વ તૈયારીઓની માહિતી અને વિગતો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રધાનમંત્રીને આપી હતી. ત્યારબાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજ્યમાં વેક્સિનેશનને લઇને પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.
પ્રધાનમંત્રી સાથેની બેઠક બાદ કોરોનાના વેક્સિનેશનની તૈયારીઓ અને કોરોનાની સ્થિતિ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, કોરોના મહામારીની શરૂઆતથી સરકાર કાર્યરત છે. આજે પ્રધાનમંત્રી મોદી સાથે રિવ્યૂ કોન્ફરન્સ કરી હતી. પીએમ મોદીએ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી હતી. પીએમએ 12મી વખત મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી છે. કોરોનાના કેસમાં ખુબ મોટો ઘટાડો થયો છે. કોરોનાથી થતા મૃત્યુદરમાં પણ મોટો થયો છે. વિશ્વના અનેક દેશો કરતા ભારતમાં સારી કામગીરી કરાઇ.
‘નાયબ મુખ્યમંત્રી એ કહ્યું ” કે, વેક્સીનેશનની કામગીરી 16 જાન્યુઆરીએ શરૂ થશે. પ્રથમ તબક્કામાં દેશના 3 કરોડ વોરિયર્સનું વેક્સિનેશન થશે. 3 કરોડ કર્મીના વેક્સિનેશન માટેનો ખર્ચ સરકાર ઉપાડશે. પ્રથમ તબક્કાના વેક્સિનેશન બાદ ફરી PM મોદી ચર્ચા કરશે. ગુજરાતમાં 287 બુથ પર રસીકરણ શરૂ થશે. ગુજરાતમાં હાલ 25 હજાર બુથ વેક્સિનેશન માટે તૈયાર કરાયા છે.
– 45 દિવસ બાદ વેક્સિનની અસર થશે. નાયબ મુખ્યમંત્રી
– નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે વેક્સિનના બંને ડોઝ બાદ કોરોનાનું સંક્રમણ નહીં વધે. 45 દિવસ બાદ વેક્સિનની અસર શરૂ થશે. પ્રથમ ડોઝ બાદ 29 દિવસે બીજો ડોઝ અપાશે.
” પ્રધાનમંત્રીની બેઠકમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને અન્ય મંત્રી-અધિકારીઓ જોડાયા હતા.’
” પ્રધાનમંત્રીએ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી હતી. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને મુખ્ય સચિવ અનિલ મુકીમ અને મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવશ્રી કૈલાસનાથન સહિત વરિષ્ઠ અધિક મુખ્ય સચિવો, અગ્ર સચિવો અને સચિવો આ બેઠકમાં જોડાયા હતા.’