અમદાવાદ-કૃષ્ણનગરમાં અસામાજિક તત્વોનો આતંક, જ્વેલર્સની દુકાનમાં કરી તોડફોડ !

અમદાવાદ-કૃષ્ણનગરમાં અસામાજિક તત્વોનો આતંક, જ્વેલર્સની દુકાનમાં કરી તોડફોડ !

Share with:


અમદાવાદના કૃષ્ણનગર ચાર રસ્તા પાસે  અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે. અં કૃષ્ણનગર ચાર પાસે આવેલા જ્વેલર્સમાં ની દુકાન માં  કેટલાક અસામાજિક તત્વો લાકડી અને અન્ય હથિયાર લઈને ઘૂસ્યા હતા. અને આડેધડ તોડફોટ કરી હતી. જોકે, આ અંગે જ્વેલર્સ માલિકે તરત પોલીસને (police) જાણ કરી હતી. જેના પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથધરી હતી. તોડફોડની સમગ્ર ઘટના જ્વેલર્સમાં લગાવેલા સીસીટીવીમાં (cctv) કેદ થઈ હતી.મળતી માહિતી પ્રમાણે અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં અસામાજિક તત્ત્વોએ આતંક મચાવ્યો છે.

અસામાજિક તત્વો મોઢે રૂમાલ બાંધીને કૃષ્ણ નગર ચાર રસ્તા પાસે આવેલ જ્યોતિ ગોલ્ડ પેલેસ માં ઘુસી ગયા હતા અને આતંક મચાવ્યો હતો. આરોપીઓએ જ્વેલર્સ માં તોડફોડ કરીને ભારે નુકસાન પહોંચાડ્યું હતું.એટલું જ નહીં ત્રણ કર્મચારીઓને માર પણ માર્યો હતો. દુકાનદાર નું કહેવું છે કે કેટલાક દિવસ અગાઉ કૃષ્ણનગર વિસ્તારમાં એક હત્યાનો બનાવ બન્યો હતો. જેની અદાવત રાખીને આ ગેંગ તે વિસ્તારમાં રહેતા નામના યુવકને મારવા માટે જવેલર્સમાં ઘૂસી હતી.

એટલું જ નહિ છેલ્લા ત્રણ વર્ષથી આ જ્વેલર્સમાં નોકરી કરે છે. જોકે સદનસીબે કોઈ પણ પ્રકારનો મોટી જાનહાનિ જોવા મળી નથી. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. કે મહત્વની બાબત તો એ છે કે ઘર બજારની અંદર લગભગ 15 જેટલા અસામાજિક તત્વોનો આતંક નાગરિકોની સુરક્ષા પર સવાલ ઉભા કરી રહ્યા છે.જ્વેલર્સમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ હતી. પોલીસે સીસીટીવીના આધારે આરોપીઓની ઓળખ સહિતની આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

Share with:


News