અમદાવાદ કુબેરનગર વોડ માં January 11-2021 ના દિવસે એસ્ટેટ વિભાગ દ્વારા ડેમોલેશન કરેલો ગેરકાયદેસર બાંધકામો ને તોડી નાખ્યા હતા તો હવે તેની મંજૂરી AMC એસ્ટેટ વિભાગ ના TDO દ્વારા કેવી રીતે આપવામાં આવી ? લોક ચર્ચા ઉત્તર ઝોન.

Views 44

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા  કુબેરનગર વોર્ડમાં ગેરકાયદે બનાવેલી દુકાનને તોડી પાડી હતી. ગેરકાયદે બાધકામ સામે એસ્ટેટ વિભાગે નોટિસ તેમજ અનેક સૂચનાઓ આપી હતી. તેમાં છતાં બાંધકામ ચાલુ રહેતા ફરી એકવાર નોટિસ ફટકારી સીલ મારી દેવાયું હતું. ત્યારે 11 જાન્યુઆરી 2021 ના દિવસે કોપોર્રેશન દ્વારા તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા સમગ્ર વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ કરી દેનાર મિલકતો સામે લાલઆંખ કરવામાં આવી છે. ત્યારે AMCના એસ્ટેટ વિભાગ દ્વારા ગેરકાયદેસર બાંધકામ વાળી જગ્યા પર બુલડોઝર ફેરવી દેવાયુ હતો. …

કુબેરનગરવોર્ડમાં દુકાન ન.38/1.39.40.જેનો મ્યુનિ- સી.સેડ-/2020/એન.ઝેડ/1618 છે. જે સદર ગેરકાયદેસર બાંધકામને મ્યુનિ. એસ્ટેટ વિભાગ દ્વારા પી.જી. પી.એમ.એકટ ની કલમ 267 મુજબ ની મનાઈ નોટિસ તથા 260(1)260(2) મુજબની નોટિસ બજાવ્યા છતાં. ગેરકાયદેસર દુકાનનું બાંધકામ થતું હોવાની ફરિયાદ બાદ તંત્રએ નોટિસ મોકલી હતી. છતા બાંધકામ ચાલુ રાખવામાં આવતા સીલ મારી દેવામાં આવ્યું હતું. સાથે એસ્ટેટ વિભાગે કડક ચેતવણી પણ આપી હતી. જો બાંધકામ શરૂ કરવામાં આવશે તો, કાયદેસરના પગલાં ભરવામાં આવશે. ત્યારે 11જાન્યુઆરી પાડવામાં આવી છે.   ઉલ્લેખનીય છે કે, મંજૂરી વગર સરકારી જગ્યા પર ગેરકાયદે દુકાનનું બાંધકામ ચાલતું હતું. જેના કારણે અડચણરૂપ બનતું હતું. કાર્પોરેશન દ્વારા વારંવાર સૂચના તથા નોટિસો આપવામાં આવી હતી. ત્યારે કોર્પોરેશનની નોટિસેને ગણકારી ન હતી, જેથી ન છૂટકે કોર્પોરેશને બુલડોઝર ફેરવી દીધું હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

અમદાવાદ કુબેરનગર વોડ માં January 11-2021 ના દિવસે એસ્ટેટ વિભાગ દ્વારા ડેમોલેશન કરેલો ગેરકાયદેસર બાંધકામો ને તોડી નાખ્યા હતા તો હવે તેની મંજૂરી AMC એસ્ટેટ વિભાગ ના TDO દ્વારા કેવી રીતે આપવામાં આવી ? લોક ચર્ચા ઉત્તર ઝોન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *