અમદાવાદઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈ ઉમેદવારોના માપદંડ નક્કી કરાયા છે. પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને સૌથી મોટું નિવેદન આપ્યું છે. 60 વર્ષથી ઉપરના વ્યક્તિઓને ટિકિટ નહીં અપાય. તેમજ ત્રણ ટર્મથી ચૂંટાનાર સભ્યોને ટીકિટ નહીં અપાય. એટલું જ નહીં, હોદ્દેદારો અને આગેવાનોના કોઇ સગાને પણ ટીકિટ નહીં મળે. ત્યારે હવે અમદાવાદ ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ મેયર અમિત શાહે આ મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. તેમણે પોતાના પુત્ર સની શાહે માંગેલી ટિકિટ મુદ્દે પણ નિવેદન આપ્યું છે અને જણાવ્યું છે કે, મારો પુત્ર 13 વર્ષથી પાર્ટીમાં કામ કરે છે, તેનો પણ હક્ક બને છે ટિકિટનો.અમદાવાદના પૂર્વ મેયર અમિત શાહે જણાવ્યું હતું કે, અમારા પક્ષમાં સામૂહિક નિર્ણયની પ્રક્રિયા છે. એટલે પાર્ટીના વડીલોએ ભેગા થઈને આ નિર્ણય લીધો હશે, જે અમને શિરોમાન્ય છે. વ્યક્તિગત હું પાર્ટીના પોસ્ટર-બેનર લગાવતા કાર્યકરથી મને પાર્ટીએ શહેર પ્રમુખ, મેયર, એએમટીએસના ચેરમેન, વિપક્ષના નેતા, પક્ષના નેતા આ બધી પોસ્ટો આપી છે. એટલે પાર્ટીના આદેશને માથે ચઢાવું છું.તેમણે ઉમેર્યું હતું કે, વાત રહી દીકરાની ભારતીય જનતા પાર્ટીમાં વાસણા વોર્ડમાં 37 લોકોએ ટિકિટ માંગી છે. દરેક કાર્યકર્તાને ટિકિટ માંગવાનો અધિકાર છે. મારો દીકરો પણ વાસણા વોર્ડમાં યુવા મોરચાનો મંત્રી-ઉપપ્રમુખ રહી ચૂક્યો છે. અત્યારે અમદાવાદ શહેરમાં યુવા મોરચાનો ઉપપ્રમુખ છે. કાર્યકર્તા તરીકે કોરોનામાં મારી સાથે ખભે ખભો મિલાવીને કામ કર્યું છે. એટલે એને કાર્યકર્તા તરીકે ટિકિટ માંગી છે.તેમણે જણાવ્યું હતું કે,  પાર્ટીએ કહ્યું કે અમે સગા-વ્હાલામાં નહીં આપીએ, તો આવતી ફેરી માંગશે. પક્ષના દરેક નિર્ણયને અમે માથે ચડાવીએ છીએ. મારો દીકરો આ વોર્ડનો ચૂંટણી ઇન્ચાર્જ છે, ત્યારે મારી અને એની જવાબદારી વધી જાય છે. એટલે જે લોકોને ટિકિટ મળે અમે પક્ષને વફાદાર રહી, જે ઉમેદવાર હશે એને માથે લઈ જંગી બહુમતીથી જીતાડીશું, એની ખાતરી આપું છું.તેમણે ઉમેર્યું હતું કે ભૂતકાળમાં આણંદ જિલ્લાનો પ્રભારી રહી ચૂક્યો છું. પક્ષ કામ કરતા માણસને ક્યારેય નવરો રાખતો નથી. એટલે જે મિત્રોને ફ્રી કર્યા છે, એમને પક્ષ કોઇને કોઈ જવાબદારી આપશે, એવું મારું માનવું છે. કોઈએ નાસીપાસ થવાની જરૂર નથી. પક્ષ બધાનું ધ્યાન રાખતો હોય છે અને રાખશે.


અમદાવાદઃ ‘મારો પુત્ર 14 વર્ષથી પાર્ટીમાં કામ કરે છે, તેનો પણ હક્ક બને છે ટિકિટનો’, જાણો કયા દિગ્ગજ નેતાએ આપ્યું આ નિવેદન ?
Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!