અમદાવાદીઓ અને ગુજરાતીઓને મનપસંદ તહેવાર ઉત્તરાયણ નજીક આવી રહી છે. ત્યારે ઉત્તરાયણના તહેવારને લઈ અમદાવાદ શહેર પોલીસ કમિશનરે જાહેરનામુ પ્રસિદ્ધ કર્યુ છે. ત્યારે જાણો આ જાહેરનામામાં શું રહેશે પ્રતિબંધ…

* ઉત્તરાયણના તહેવારને લઈ અમદાવાદમાં જાહેરનામુ.
* અમદાવાદ શહેર પોલીસ કમિશનરે જાહેરનામુ પ્રસિદ્ધ કર્યુ * ચાઈનીઝ લોન્ચર, ચાઈનીઝ તુક્કલના ઉત્પાદન, વેચાણ પર પ્રતિબંધ.

ઉત્તરાયણને લઇને અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે એક જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં ચાઈનીઝ લોન્ચર, ચાઈનીઝ તુક્કલના ઉત્પાદન, વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તો ચાઈનીઝ દોરાના વેચાણ અને તેના ઉપયોગ પર પણ પ્રતિબંધ મુકાયો છે.

વધુમાં અમદાવાદમાં રસ્તા પર, ફૂટપાથ પર પતંગ ઉડાડવા પર પ્રતિબંધ કરાયો છે. તો લાઉડ સ્પિકર, ઉશ્કેરણીજનક રીતે પતંગ ઉડાડવા પર પણ પ્રતિબંધ રહેશે. વાયર પર લંગર, બંબુ, લોખંડના ઝંડા નાખવા પર કાર્યવાહી થશે. તો સાથે જાહેર રસ્તાઓ પર પશુઓના ઘાસચારો નાખવા પર પ્રતિબંધ મુકાયો છે. જો ઉત્તરાયણમાં કોરોનાની ગાઈડલાઈનનો ભંગ થશે તો પણ ગુનો નોંધવામાં આવશે. કાર પાવડર, પ્લાસ્ટિક કે પાકા સિન્થેટીક મટિરિયલનો નહીં વાપરી શકાય.


અમદાવાદી ઓ ઉત્તરાયણમાં આટલું ધ્યાન રાખજો નહીં તો થશે કાર્યવાહી-પોલીસ કમિશ્નર .
Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!