અમદાવાદને વધુ એક કોમન મેન મેયર તરીકે મળ્યા છે. કાનાજી ઠાકોર બાદ અમદાવાદને બીજા કોમન મેન મેયર તરીકે મળ્યા છે. આજે નવા મેયર તરીકે કિરીટ પરમારની વરણી કરવામાં આવી છે. કિરીટ પરમાર અતિ સામાન્ય પરિવારમાંથી આવે છે. કિરીટ પરમાર બાપુનગરના વીરા ભગતની ચાલીમાં રહે છે.અમદાવાદના નવા મેયર તરીકે કિરીટ પરમારની વરણી કરવામાં આવ્યા બાદ તેમણે બંગલામાં રહેવાનું નકાર્યું છે. અમદાવાદના નવનિયુક્ત મેયર કિરીટ પરમારે કહ્યું કે, હું મેયર બંગલામાં રહીશ નહીં. હું સામાન્ય માણસ છું. કોર્પોરેશનના ભાડાના મકાનમાં રહું છું. હું અવિવાહિત છું એટલે બંગલાની જરૂર નથી. પ્રજા વચ્ચે રહીને પ્રજાના કામ કરીશ.
અમદાવાદને મળ્યા નવા મેયર
જેમાં અમદાવાદના નવા મેયર તરીકે કિરીટ પરમાર તથા ડેપ્યુટી મેયર તરીકે ગીતા પટેલના નામ પર મહોર લગાવવામાં આવી છે તો સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદે હિતેશ બારોટ અને ભાસ્કર ભટ્ટને શાસક પક્ષના નેતા તરીકે અને દંડક તરીકે અરુણસિંહ રાજપૂતની પસંદગી કરવામાં આવી છે.
17 કોર્પોરેટરે ફોર્મ ભર્યા મેયર માટે.
AMC મ્યુન્સિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદ માટે 17 કોર્પોરેટરે ફોર્મ ભર્યા છે. આવતીકાલે મનપાની સામાન્ય સભા મળવાની છે તે પેહલા સ્ટેન્ડિંગ કમિટીના 12 સભ્યો માટે મ્યુન્સિપલ સેક્રેટરી સમક્ષ 17 કોર્પોરેટરે ફોર્મ ભર્યા હતાં. જેમાં હિતેશ બારોટ, જૈનિક વકીલ, જતીન પટેલ અને પ્રિતિશ મેહતા પ્રબળ દાવેદાર છે. આવતીકાલ સામાન્ય સભામાં મેયરના નામ પર મહોર લાગ્યા બાદ અન્ય દાવેદારો ફોર્મ પરત ખેચશે. તો સામાન્ય સભામાં મેયર અને ડેપ્યુટી મેયર પણ નક્કી થશે..