અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે મંગળવારે શહેરના વધુ 10 પીઆઈની આંતરિક બદલી કરી છે,
જેમાં છેલ્લાં 2 વર્ષથી ખાલી પડેલી પીસીબી પીઆઈની જગ્યા ભરી દેવાઇ છે. પીસીબી પીઆઈ તરીકે એચ.કે. સોલંકીને મુકાયા છે. જ્યારે બાપુનગર સિનિયર પીઆઈ એન.કે. વ્યાસને કંટ્રોલ રૂમમાં તેમ જ બાપુનગર સેકન્ડ પીઆઈ એ.એન.તાવીડાયને એસસી એસટી સેલમાં મુકાયા છે. જ્યારે દાણીલીમડા સિનિયર પીઆઈ એ.પી.ગઢવીને બાપુનગર સિનિયર પીઆઈ તરીકે મુકાયા છે.
આ ઉપરાંત ઈસનપુર પીઆઈ જે.એમ. સોલંકીને પાલડી પીઆઈ તરીકે જ્યારે કંટ્રોલ રૂમના પીઆઈ જે.વી. રાણાને ઈસનપુર સિનિયર પીઆઈ તરીકે મુકાયા છે. જ્યારે પાલડી પીઆઈ એ.જે. પાંડવને કાગડાપીઠ સિનિયર પીઆઇ, ટ્રાફિક પીઆઈ પી.બી.ખાંભલાને નરોડા પીઆઈ તરીકે મુકાયા છે. જ્યારે કાલુપુર સિનિયર પીઆઈ આર.જી.દેસાઈને ટ્રાફિકમાં અને રિવરફ્રન્ટ વેસ્ટના પીઆઈ ડી.જે.ચુડાસમાને કાલુપુર સિનિયર પીઆઈ તરીકે મુકાયા છે.