અમદાવાદની વટવા GIDCના ફેઝ-4માં ભીષણ આગની ઘટના સામે આવી છે. મૃદુલ પ્રિન્ટિંગ ફેક્ટરીમાં આગ લાગતા દોડધામ મચી છે. આગની ઘટના સાથે અનેક ઘડાકા પણ થાય હતા. હવામાં ધૂમાડાના ગોટા પણ જોવા મળ્યા હતા. જો કે, આગની ઘટના પહેલા જ આસપાસના કર્મચારીઓ સુરક્ષિત જગ્યાએ દોડી ગયા હતા. આગની ઘટનાની જાણ થતા એક પછી એક 36 ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડે કોલ પણ જાહેર કર્યો છે. GIDCમાં અવાર-નવાર આગની ઘટના બનતી હોય છે.
અમદાવાદ વટવા GIDCમાં લાગેલી આગ હજુ પણ બુઝાઈ નથી. 50થી વધુ ફાયરફાયટર ઘટના સ્થળે પહોંચ્યા છે.
પરંતુ ફાયર બ્રિગેડની 36 જેટલી ગાડી બોલાવવી પડે તેવા કિસ્સા ક્યારેક જ સામે આવે છે. સાથે ફાયર બ્રિગેડે કોલ પણ જાહેર કર્યો છે. મૃદુલ પ્રિન્ટિંગ ફેક્ટરીમાં આગ એકાએક મોટું સ્વરૂપ લઈ લીધું હતું. જો કે, ઘટનામાં કોઈ જાનહાની સામે આવી નથી. સ્થાનિક લોકોએ પણ તુરંત ફાયર અને પોલીસને જાણ કરી દીધી હતી. જો કે, આગની ઘટના અંગે કોઈ કારણ સામે આવ્યું નથી.