31 ડિસેમ્બરે રાત્રે 9 પછી ઘરની બહાર નીકળ્યા અને CCTVમાં ઝડપાશો તો પોલીસ તમારા ઘરે આવશે ?

31 ડિસેમ્બરે રાત્રે 9 પછી ઘરની બહાર નીકળ્યા અને CCTVમાં ઝડપાશો તો પોલીસ તમારા ઘરે આવશે ?

Share with:


અમદાવાદ શહેર 31 ડિસેમ્બરને લઈને કંટ્રોલ ડીસીપી હર્ષદ પટેલે પ્રેસ કોંફ્રેન્સ કરી હતી. 31મીએ પોલીસ દ્વારા કડડ કામગીરી કરવામાં આવશે. હાલ શહેરમાં કરફ્યૂ છે જે માટે 9 વાગ્યા બાદ કડક પાલન કરવામાં આવશે.

અમદાવાદના એન્ટ્રી પોઈન્ટ 28 જગ્યાએ બંદોબસ્ત વધારશે. 31મીએ રાત્રે 100 પીઆઈ 3500 કોન્સ્ટેબલ ઓન ડ્યૂટી રહેશે. સાથે જ કોઈપણ વ્યક્તિ કોઈ બહાર ગામ ગયું હશે તો તેઓએ 9 વાગ્યા પહેલા આવી જવું પડશે. 9 વાગ્યા બાદ કોઈ બહાર દેખાશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.

પોલીસ હોટલ, ફાર્મ હાઉસ સહિત પર વોચ રાખશે. જો કોઈપણ વ્યક્તિ પીધેલી હાલતમાં ઝડપાશે તો તેની સાથે સીધો કેસ દાખલ કરી દેવામાં આવશે. સાથે જ 9 વાગ્યા પછી જે અમદાવાદ પ્રવેશે અને શંકાસ્પદ જણાશે તો સીધા હોસ્પિટલ ભેગા કરી દેવામાં આવશે. શહેરના માર્ગ પર 9 વાગ્યા બાદ કોઈ લોકો રસ્તા પર દેખાશે તો સીસીટીવી કેમેરાના આધારે ફોટો કેપ્ચર કરીને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં મોકલીને કાર્યવાહી કરશે. તેમજ ઝડપાયેલા તમામનું મેડીકલ પરિક્ષણ કરવામાં આવશે.

Share with:


News