ગુજરાત માં વેક્સિનેશનનો બીજો તબક્કો શરૂ, પોલીસ કમિશનરથી લઇ કલેક્ટરે લીધી રસી.

ગુજરાત માં વેક્સિનેશનનો બીજો તબક્કો શરૂ, પોલીસ કમિશનરથી લઇ કલેક્ટરે લીધી રસી.

Share with:


અમદાવાદ કલેક્ટર શ્રી સંદીપ સાંગલે,અમદાવાદ પોલીસ કમિશનર શ્રી સંજય શ્રી વાસ્તવ,અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અરુણ મહેશ બાબુ એ ,અમદાવાદ હોસ્પિટલના જૂના ટ્રોમા સેન્ટર ખાતે કોરોના વેક્સિન લીધી.

રાજ્યમાં કોરોના વેક્સિનના બીજા તબક્કાનો પ્રારંભ (Second phase vaccination in Gujarat) થયો છે. બીજા તબક્કામાં ફ્રન્ટલાઈન વોરિયર્સ (Frontline Warriors)ને વેક્સિન (Corona Vaccine) આપવામાં આવી રહી છે. જે અંતર્ગત આજે અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ, અમદાવાદ કલેકટર સંદીપ સાંગલે, DDO અરુણ કુમાર, અમદાવાદ જિલ્લા પોલીસવડા વીરેન્દ્રસિંહ યાદવ સહિતના અધિકારીઓએ સિવિલ હોસ્પિટલ (Ahmedabad Civil Hospital)માં ખાતે વેક્સિન લીધી છે.. 25,000 જેટલા પોલીસકર્મી, કોર્પોરેશન, વહિવટીતંત્રમાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓ મળી આશરે 3.5 લાખ કર્મચારીઓને વેક્સિન આપવાની આજથી શરૂઆત કરવામાં આવી છે. રોજના 300થી 400 પોલીસકર્મીઓને વેક્સિન આપવામાં આવશે. પોલીસકર્મીઓમાં શાહીબાગ પીઆઈ કે.ડી જાડેજાએ પણ આજે સૌ પહેલા વેક્સિન લીધી હતી. તેમને આજે બાદમાં મહિલા પોલીસકર્મીમાં PSI પી.એસ ચૌધરીએ વેક્સિન લીધી હતી. તેઓએ જણાવ્યું હતું કે તેની કોઈ આડઅસર અસર નથી. બધાએ આ વેક્સિન લેવી જોઈએ.

આજથી પોલીસકર્મીઓને વેક્સિન આપવામાં આવશે. જેના માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા સિવિલ હોસ્પિટલમાં જુના ટ્રોમાં સેન્ટરની બહાર કરવામાં આવી છે. જે પણ પોલીસકર્મીઓને વેક્સિન લેવાની છે તેઓએ ત્યાં રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જેના માટે પાંચ સેન્ટર બનાવવામાં આવ્યા છે.”તમામ અધીકારીઓ દ્વારા કહેવામાં આવ્યુ કે રસી લેવી જરૂરી છે તમામ લોકોએ ડર્યા વગર રસી લેવી જોઈએ.અમદાવાદ કલેક્ટર શ્રી સંદીપ સાંગલે,અમદાવાદ પોલીસ કમિશનર શ્રી સંજય શ્રી વાસ્તવ,અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અરુણ મહેશ બાબુ એ ,અમદાવાદ હોસ્પિટલના જૂના ટ્રોમા સેન્ટર ખાતે કોરોના વેક્સિન લીધી હતી”ત્યાં જ આજે વેક્સિનેશન અંગે DyCM નિતિન ભાઇ પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, રાજ્યમાં સફળતા પૂર્વક પ્રથમ તબક્કો પૂર્ણ થઇ ગયો છે. આજથી બીજા તબક્કાની શરૂઆત ગઇ છે. ત્યાં જ રાજ્યમાં અત્યાર સુધીમાં કોઈને આડઅસર થઈ હોવાનું સામે આવ્યું નથી. ભારતમાં એક નહીં પ્રણ બે રસી સફળતાપૂર્વક આપવામાં આવી રહી છે.!

Share with:


News