બનાવટી વિઝાના આધારે અમેરિકા જતાં દંપતી સહિત ત્રણની SOG ક્રાઈમે ધરપકડ કરી .

બનાવટી વિઝાના આધારે અમેરિકા જતાં દંપતી સહિત ત્રણની SOG ક્રાઈમે ધરપકડ કરી .

Share with:


એરપોર્ટ પર ઇમિગ્રેશન દ્વારા તપાસ કરતા જાણવા મળ્યું કે વિઝા બનાવટી છે
બનાવટી વિઝાના આધારે અમેરિકા જતા દંપતિ સહિત ત્રણ લોકોની SOG ક્રાઈમે ધરપકડ કરી છે. આ દંપતિ બનાવટી વિઝાને આધારે મહેસાણાથી અમદાવાદ આવ્યા હતાં અને અમદાવાદથી અમેરિકા જવાના હતાં.
એજન્ટે દંપતીને બનાવટી વિઝા બનાવી આપ્યાં હતાં.
અમદાવાદ SOGએ મહેસાણા ના રહેવાસી એવા એક દંપતી રાજેશ પટેલ અને સોનલ પટેલની ધરપકડ કરી છે. આ બંને ગત 19 ડિસેમ્બરના રોજ અમદાવાદ થી અમેરિકા જવા નીકળી રહ્યાં હતાં ત્યારે એરપોર્ટ પર ઇમિગ્રશન દ્વારા તપાસ કરતા જાણવા મળ્યું કે આ વિઝા બનાવટી છે. જેથી બંનેને પકડી પોલીસને સોંપવામાં આવ્યાં હતાં. પોલીસે બંનેની ધરપકડ કરી તપાસ શરૂ કરી તો જાણવા મળ્યું છે કે એક અજેન્ટ વિશ્વજીત પટેલ નામ ના વ્યક્તિએ આ નકલી વિઝા બનાવી આપ્યા હતા.
અમેરિકા પહોંચ્યા બાદ દંપતી પાસેથી એજન્ટે 1.2 કરોડ લેવાના હતાં
પોલીસ ની તપાસ માં સામે આવ્યું છે કે આરોપી વિશ્વજીત પટેલે આ દંપતી પાસે થી 10 લાખમાં નકલી વિઝાની વાત કરી હતી અને એવી પણ વાત સામે આવી છે કે આ દંપતી અમેરિકા પહોંચી જાય ત્યાર બાદ 1.20 કરોડ દંપતી પાસેથી એજેન્ટને લેવાના હતા. પરંતુ તે પહેલાં આ લોકો પકડાઈ ગયા છે. જોકે હાલ તો અમેરિકાની ટિકિટ ના રૂપિયા પણ વિશ્વજીત પટેલે કરી આપવાની વાત પણ સામે આવી રહી છે. નોંધનીય છે કે હાલ તો આ મામલે દંપતી ની ધરપકડ કરવા માં આવી છે અને વિશ્વજીત ને નજરકેદ કરવા માં આવ્યા છે.અને તેની તપાસ માં સામે આવશે કે આ સિવાય તેને અન્ય કેટલા લોકો ને આવી રીતે વિદેશ મોકલ્યા છે.

Share with:


News