અમદાવાદ શહેરના સરદારનગરના પીઆઇની બદલી કરવામાં આવી છે. સરદારનગરના પીઆઇ એચબી પટેલને વિશેષ શાખામાં મોકલવામાં આવ્યા છે. જ્યારે વાસણાના પીઆઇ એમએમ સોલંકીને સરદારનગર પોલીસ સ્ટેશન નવા પીઆઇ તરીકે નિમણૂંક કરવામાં આવી છે.
જણાવી, પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે પીસીબીની રેડ બાદ પીઆઇ સરદારનગરના પીઆઇની બદલી કરી છે. બે દિવસ પહેલા પીસીબીએ કુબેર નગર રેલવે ફાટક પાસેથી 72 હજારની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડયો હતો. તેમજ 596 દારૂની બોટલ સહિત ત્રણ વાહનો કબજે કરી દારૂ સપ્લાય કરનાર કુખ્યાત બુટલેગર રાજુ ગેંડી તેમજ સાવન ઠાકોર, શ્રવણ બલિયો સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.
ત્યારે એવું મનાઇ રહ્યુ છે કે, આ રેડ બાદ સ્થાનિક પોલીસની કામગીરી પર સવાલો ઉભા કરી બદલી કરી દેવામાં આવી છે. પોલીસની રહેમ નજર હેઠળ બુટલેગરો બેફામ બન્યા હોવાનો આરોપ લાગ્યો હતો. પોલીસ સ્ટેશનના હદમાં બુટલેગરો અડ્ડાઓ જમાવીને બેઠા છે છતાં પીઆઇ અજાણ છે, તેવામાં PCB દ્વારા કાર્યવાહી કરવામાં આવતા અનેક સવાલો ઉભા થાય છે.
બીજી તરફ પોલીસ કમિશનર તાત્કાલિક પીઆઇની બદલી કરી વિશેષ શાખા માં મોકલવા આદેશ આપ્યા છે. અને વાસણાના પીઆઇ એમએમ સોલંકીને સરદારનગર પોલીસ સ્ટેશનમાં મૂક્યા છે.