
અમદાવાદ: શહેરમાં બુટલેગરો દારૂ છુપાવવા નવી-નવી ચતુરાઈ અજમાવી રહ્યા છે. ક્રાઇમ બ્રાંચે કૃષ્ણનગરના શક્તિ ચોક વિસ્તારમાં એક અનોખી પદ્ધતિનો પર્દાફાશ કર્યો છે, જ્યાં બુટલેગરે હાઈડ્રોલિક દરવાજા વાળું અંડર ગ્રાઉન્ડ ગોડાઉન બનાવી દારૂનો જથ્થો છુપાવ્યો હતો.
108 બોટલ સાથે બુટલેગર ઝડપાયોબાતમીના આધારે પોલીસે બુટલેગર સુધીર મુકેશભાઈ ગઢવીના મકાન પર દરોડો પાડ્યો. પહેલા તો ઘરમાંથી દારૂ મળી આવ્યો નહીં, પણ રૂમની ટાઇલ્સ થોડી અલગ દેખાતા પોલીસે તપાસ કરી. ટાઇલ્સ નીચે હાઈડ્રોલિક ગોડાઉન છુપાયેલું હતું. ત્યાંથી 80 દારૂની બોટલ અને 20 બિયરના ટિન મળ્યા, જેની કિંમત રૂ. 40,000 થાય છે.

“અન્ય આરોપીઓની શોધખોળ ચાલુપોલીસે સુધીર ગઢવીની ધરપકડ કરી.

પૂછપરછમાં બહાર આવ્યું કે ગોપાલસિંહ તેના સાથીદાર છે અને રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજુ ભગીરથસિંહ રાજપૂત તેમને દારૂ સપ્લાય કરતો હતો. હાલમાં ગોપાલસિંહ અને રાજેન્દ્રસિંહ ફરાર છે, જેને શોધવા પોલીસે તપાસ શરૂ કરી છે.