ગુજરાત સ્થાનિક સ્વરાજ- સુરત પાલિકામાં AAPને મળેલી જીતથી અરવિંદ કેજરીવાલ ખુશ, ગુજરાતીઓનો આભાર માની કહ્યું, સ્વચ્છ રાજનીતિની લોકોએ સ્વિકારી.

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મળેલી ભવ્ય સફળતા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સુરતની જનતાનો આભાર માન્યો છે. ગુજરાતીમાં જ અરવિંદ કેજરીવાલે ” ગુજરાતની જનતાનો ખૂબ ખૂબ આભાર” એવું કહીને દિલ જીતવાનો પ્રયાસ કર્યો હતો.અરવિંદ કેજરીવાલે કહ્યું કે, અમે સ્વચ્છ રાજનીતિની શરૂઆત ગુજરાતમાં કરીશું. અમને મોકો આપ્યો છે તે લોકોને વિશ્વાસ તૂટવા નહી દઈએ અને લોકોની ઈચ્છા પ્રમાણેના કામ કરીશું.
સુરતમાં રેલી કરીશું-કેજરીવાલ
અરવિંદ કેજરીવાલે ગુજરાતની પ્રજાએ આમ આદમી પાર્ટીમાં બતાવેલા વિશ્વાસને પ્રસાદ આવકારવા માટે વ્યક્તિગત રીતે સુરતની મુલાકાત લેવાનો નિર્ણય કર્યો છે જેને લઈને તેમણે પોતે વીડિયો મારફતે લોકોને માહિતી આપી છે ગઈકાલે આમ આદમી પાર્ટીના નેતાઓએ 26 મી ફેબ્રુઆરીના દિવસે અરવિંદ કેજરીવાલ સુરતમાં હોવાની વાત કરી હતી. જોકે આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતે વીડિયો મારફતે તમામ સુરતની પ્રજાને પોતાના સુરત પ્રવાસ અંગે માહિતગાર કર્યા હતા.
‘ઈમાનદાર રાજનીતિની શરૂઆત‘
ગુજરાતમાં હવે ઈમાનદાર રાજનીતિ ની શરૂઆત થઈ ગઈ છે. સારી સ્કૂલો, સારી આરોગ્યલક્ષી સેવાઓ માટે, સસ્તી વીજળી માટે આમ આદમી પાર્ટીની પ્રસંગે સુરતની પ્રજા એ કરે છે. અમારા દરેક કાર્યકર્તાઓ અને ઉમેદવારો તમારી આશા અપેક્ષા પર ખરા ઉતરવા માટે સંપૂર્ણ પ્રમાણિકતાથી પ્રયાસ કરશે. કેજરીવાલે પોતે કહ્યું કે, 26મી ફેબ્રુઆરીએ વ્યક્તિગત રીતે તમારો આભાર વ્યક્ત કરવા માટે સુરત આવી રહ્યો છું.