સરદારનગર વિસ્તારમાં દારૂના અડ્ડા પર રેડ કરવા ગયેલા બે નકલી પોલીસની ધરપકડ ?

સરદારનગર વિસ્તારમાં દારૂના અડ્ડા પર રેડ કરવા ગયેલા બે નકલી પોલીસની ધરપકડ ?

Share with:


અમદાવાદ સરદારનગર વિસ્તારમાં નકલી પોલીસ બની રોફ જમાવતા બે આરોપીઓની ધરપકડ થઈ છે. દારૂના અડ્ડા પર વિજિલિયન્સની ટીમ કહી રેડ પાડવા ગયેલા બંને બહુરૂપીને દબોચી લેવામાં આવ્યા છે. તોડ કરવા આવેલા દેશી દારૂના અડ્ડા પર ફરિયાદી મહિલાને નકલી પોલીસ હોવાનું જાણ થતાં તેને કંટ્રોલરૂમમાં ફોન કરી પોલીસને જાણ કરી હતી. આ અંગે સરદારનગર પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(ACP- દેસાઈ.)..પીધેલી હાલતમાં નકલી પોલીસ બની પહોંચ્યા અડ્ડા પર, કંટ્રોલરૂમમાં ફોન કરતા થયો પર્દાફાશ.
 

નકલી પોલીસ બની રેડ કરવા આવેલા બંને  નશાની હાલતમાં હતા. ઘટનાની વિગત મુજબ, સરદારનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગોલશન પાર્ટી પ્લોટની સામે સીતા બેન ઠાકોર ઉર્ફે (સકોડી) દારૂવાળાને ત્યાં સુરેન્દ્ર તિલવાણી અને પ્રકાશ ચારણ નામના બે આરોપીઓ નક્લી પોલીસ બની તોડ કરવા પહોંચ્યા હતા. બન્ને બહુરૂપીએ ફરિયાદી મહિલાને ધમકાવી દારૂનો કેસ કરવાનું કહી પૈસાની માંગણી કરી હતી. જો કે મહિલાને બંને નક્લી પોલીસ હોવાનું જાણ થતા કંટ્રોલરૂમ ફોન કર્યો હતો.  ત્યારબાદ સરદારનગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી બન્ને આરોપીઓની અટકાત કરી હતી. તપાસ દરમિયાન બંને બહુરૂપી હોવાનું માલુમ પડતાં ઘરપકડ કરવામાં આવી હતી. એટલું જ નહીં બન્ને નશાની હાલતમાં હતા. નકલી પોલીસ બનીને રોફ જમાવતા આરોપીઓમાં એક એક બનાસકાંઠાનો હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે એક સ્થાનિક છે.

  આ મામલે પોલીસે પૂછપરછ શરૂ કરી છે..સાથે જ અત્યાર સુધી કેટલા લોકો પાસે પૈસા પડાવ્યા છે જેની પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.  અસલી પોલીસને આ રીતે ઓળખો
આવા અનેક કિસ્સા સામે આવ્યા બાદ ગુજરાત પોલીસ અને અમદાવાદ પોલીસ દ્વારા અનેકવાર અપીલ કરવામાં આવી ચુકી છે કે, પોલીસથી ગભરાવાની જરૂર નથી. કોઇ પણ પોલીસ તમને અટકાવે તો ચોક્કસ રીતે તમે તેનું આઇકાર્ડ માંગી શકો છો. આ ઉપરાંત કોન્સ્ટેબલને કેટલીક ચોક્કસ કામગીરી જ સોંપવામાં આવી હોય છે. મેમો આપવા જેવી કામગીરી હેડ કોન્સ્ટેબલ જ કરી શકે છે. જેથી પોલીસની કામગીરીને સારી રીતે સમજવી જરૂરી છે.

Share with:


News