અમિત ચવાડ દ્વારા એ ગુજરાત માં વધતા કોરોના મુદ્દે બેઠક ! અમે સરકારની સાથે છીએ, મદદ કરવા તૈયાર ?

Views 33

કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ એવુ નિવેદન પણ આપ્યું હતુ કે, ગુજરાત સરકારની અણઆવતનો ભોગ રાજ્ય બની રહ્યું છે, હોસ્પિટલમાં બેડ નથી અને ઓક્સિજનનો અભાવ છે, એક વર્ષ બાદ પણ સરકારે કંઈ કર્યુ નથી.  

~ અમિત ચાવડા? 

અમિત ચાવડા કહે છે કે, તાત્કાલિક સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવે. કોંગ્રેસ રાજકીય બાબતોને બાજુએ મૂકી સરકાર સાથે મસલત કરવા તૈયાર છે. સરકાર કોંગ્રેસને 10 હજાર રેમડેસિવિર ઇન્જેક્શન આપે. કોંગ્રેસ વિનામૂલ્યે જરૂરિયાતમંદ લોકોને ઇન્જેક્શન આપશે. કાયદાકીય અને આરોગ્યના રૂલ્સ સાથે કોંગ્રેસને મંજૂરી આપે. કોંગ્રેસના તમામ કાર્યાલયો કોવિડ કેર સેન્ટર માટે આપવા તૈયાર છે. સરકાર કોંગ્રેસ કાર્યાલયોમાં મેડિકલ સુવિધા ઉભી કરાવે આ માટે કોંગ્રેસ ભાજપ સરકારની સાથે છે. 

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 8,152 કેસ નોંધાયા છે તો 81 લોકોની મોત છેલ્લા 24 કલાકમાં નોંધાઈ છે. અને 3,023 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 32,6394 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. 

છેલ્લા 24 કલાકમાં 73 દર્દીઓના મોતથી ખળભળાટ

ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 81 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે.આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 5076 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 267 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 44,298 પર પહોંચ્યો છે.

સુરત અને અમદાવાદમાં કોરોના બેકાબૂ .

ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 2631 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 41 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 1551 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 313 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 348 કેસ, જ્યારે ગ્રામ્યમાં 138 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 698 કેસ અને ગ્રામ્યમાં 64 કેસ નોંધાયા છે. 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

અમિત ચવાડ દ્વારા એ ગુજરાત માં વધતા કોરોના મુદ્દે બેઠક !  અમે સરકારની સાથે છીએ, મદદ કરવા તૈયાર ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *