વીજળી ગ્રાહકોને રાહત, નક્કી કરેલા કાપથી વધુ સમય પર વળતર ચૂકવશે વીજળી કંપનીઓ.

વીજળી ગ્રાહકોને રાહત, નક્કી કરેલા કાપથી વધુ સમય પર વળતર ચૂકવશે વીજળી કંપનીઓ.

Share with:


નવી દિલ્હી : – કેન્દ્ર સરકારે વીજ ગ્રાહકોના હિતમાં મહત્વના પગલા લેતા નવા નિયમો જાહેર કર્યા હતા. સોમવારે આ અંગેની માહિતી આપતા વીજળી મંત્રી આર.કે. સિંહે જણાવ્યું હતું કે, નવા નિયમોમાં ગ્રાહકોને 24 કલાક વીજળી સેવા અને નક્કી કરેલા સમયે સેવા આપવાની વ્યવસ્થા અંગે નિયમ બનાવાયા છે. જો કોઇ વીજળી કંપની નિયમોનુ પાલન નથી કરતી તો તેણે દંડ ભોગવવો પડશે.

વીજળી મંત્રાલયના આ નિયમો ગ્રાહકોના અધિકારો સાથે જોડાયેલા છે. જે વીજ ગ્રાહકોને સશક્ત બનાવશે. નવા નિયમોમાં વીજળી જોડાણ અને હાજર કનેક્શનમાં સુધારાની જોગવાઇઓ કરવામાં આવી હતી. જે હેઠળ વીજળી કંપનીઓએ વીજળી કનેક્શન કે એમાં સુધારાના કામ મહાનગરોમાં વધુમાં વધુ સાત દિવસની અંદર, અન્ય નગર પાલિકાવાળા વિસ્તારોમાં વધુમાં વધુ 15 દિવસમાં અને ગ્રામીણ વિસ્તારોમાં 30 દિવસ દરમિયાન પૂરા કરવાના રહેશે. આ સિવાય નવા વીજળી કનેક્શન માટે ઓનલાઇન એપ્લીકેશનનો વિકલ્પ છે.

નવુ વીજળી કનેક્શન મીટર વગર નહીં મળે અને મીટર સ્માર્ટ કે પ્રિપેયમેન્ટ મીટર હશે. મીટરના ટેસ્ટિંગ સાથે ખરાબ, શોર્ટ સર્કિટ કે ચોરી થયેલા મીટર્સને બદલવાની જોગવાઇ કરવામાં આવી છે. આ દરમિયાન ગ્રાહકોની ફી અને બિલ અંગે ખાસ ચોખવટ કરવામાં આવી હતી. નવા નિયમો મુજબ ગ્રાહકો પાસે ઓનલાઇન અને ઓફલાઇન બિલ ચૂકવણીનો વિકલ્પ રહેશે. નવા નિયમ મુજબ વીજળી કંપનીઓએ તમામ ગ્રાહકોને 24 કલાક વીજળી આપવાની રહેશે.

નવા નિયમ હેઠળ ખેતી જેવા ક્ષેત્રોમાં વીજળી ગ્રાહકો માટે વીજળી વ્યવસ્થા નક્કી કરવાની રહેશે.

વીજળી કંપનીઓના પ્રદર્શનનું તારણ કનેક્શન માટે લાગતો સમય, વીજળી કાપ, ફરીથી ચાલુ કરવા, મીટરની જગ્યા બદલવાની, ગ્રાહકોની શ્રેણીમાં ફેરફાર, મીટર ચેન્જ કરવામાં લાગતો સમય, બિલ આપવાનો સમય, કનેક્શન કમ્પ્લેન્સનું સમયસર નિરાકરણ વગેરે મુદ્દાઓના આધારે કરવામાં આવશે. આ કંપનીઓ નક્કી કરેલા સમયમાં સેવા પૂરી નથી પાડતી તો ગ્રાહકોને દંડરુપે વળતર આપવુ પડશે.

વીજળી કંપનીઓએ 24 કલાક અને સાત દિવસ કાર્યરત ટોલ ફ્રી કોલ સેન્ટર ઉભા કરવાના રહેશે. જેથી નિયમો હેઠળ ગ્રાહકોની સમસ્યાઓનું નિરાકરણ નક્કી કરેલા સમયમાં લાવવાનું રહેશે.

Share with:


News