AIMIMના નેતા અસદુદ્દીન ઔવેસીનો ગુજરાત કાર્યક્રમ જાહેર ?

AIMIMના નેતા અસદુદ્દીન ઔવેસીનો ગુજરાત કાર્યક્રમ જાહેર ?

Share with:


અસદુદ્દીન ઓવૈસી ગુજરાતના પ્રવાસે આવી પહોંચ્યા છે. અસદુદ્દીન ઔવેસી સુરત એરપોર્ટ પર ઉતરી ગયા છે અને તેમના કાર્યકરોએ ભવ્ય સ્વાગત કર્યું હતું. ત્યારબાદ તેમને સુરત એરપોર્ટ પર એક નિવેદન આપ્યું છે. AIMIMના નેતા અસદુદ્દીન ઔવેસીએ જણાવ્યું હતું કે, હું ભારતીય રાજનીતિની લૈલા છું, AIMIMને ગુજરાતમાં ઉભુ કરીશુ. ગુજરાત કોંગ્રેસ પોતાની નબળાઈઓના કારણે હારી રહી છે. અમારી ગેરહાજરીમાં પણ કોંગ્રેસ હારતી હતી.AIMIMના વડા ઔવેસી સુરત એરપોર્ટ પર પહોંચી ગયા છે. સુરત એરપોર્ટ ઉપર મીડિયા સાથેની વાતચીતમાં ઔવેસીએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે. હું ભારતીય રાજનીતિની લૈલા છું, અમે ભાજપને ફાયદો કરાવવા નહિ પણ ગુજરાતમાં અમારું વજૂદ ઉભું કરવા આવ્યા છીએ. ગુજરાતમાં અમારી ગેરહાજરીમાં પણ કોંગ્રેસની હાર થતી હતી અને ભાજપની જીત થાય છે. ગુજરાતની આગામી ચૂંટણીમાં અમને ગુજરાતની જનતાનો પ્રેમ મળી રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.મીડિયા સમક્ષ ઓવૈસીએ જણાવ્યુ હતુ કે હું ભારતીય રાજનીતિની લૈલા છું. આવું કહીને તેમણે કોંગ્રેસ પર પ્રહાર કર્યો હતો. બિહાર વિધાનસભાની ચૂંટણી સમયે કોંગ્રેસે ઓવૈસીને ભાજપની બી ટીમ ગણાવી હતી. જેનો ઓવૈસીએ જવાબ આપ્યો હતો. ઓવૈસીએ કહ્યુ કે ગુજરાતમાં અમારી ગેરહાજરીમાં પણ કોંગ્રેસની હાર થતી હતી. તેમણે કહ્યું કે કોંગ્રેસ તેની નબળાઈના કારણે હારે છે. હાલ ગુજરાતના પ્રવાસ દરમિયાન ઓવૈસી અમદાવાદ અને ભરૂચમાં ચૂંટણી સભા યોજશે. રવિવારે સવારે ભરૂચમાં અને સાંજે અમદાવાદમાં તેની સભા યોજાશે. હાલ રાજ્યની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઓવૈસીની પાર્ટીએ BTP સાથે ગઠબંધન કર્યુ છે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકામાં 10થી વધુ સીટ પર ઓવૈસી તેમના ઉમેદવારોને ચૂંટણી લડાવશે.અત્રે ઉલ્લેખનીય છે કે આવતીકાલે (રવિવારે) અમદાવાદ, ભરૂચમાં ઓવૈસીની ચૂંટણી સભા યોજવાની છે. રવિવારે સવારે ભરૂચ અને સાંજે અમદાવાદમાં સભા યોજશે. AMCમાં 10થી વધુ સીટ પર ઓવૈસીના ઉમેદવારની નજર રહેશે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ AIMIMએ ગુજરાતમાં ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. પછી BTP સાથે ગઠબંધન પણ કર્યું હતું. ઉપરાંત સાબિર કાબલીવાલાને ગુજરાતના પક્ષ પ્રમુખ પણ બનાવ્યા હતા. પરંતુ જમીન સ્તરે કોઈ કાર્યવાહી કરી નથી. જેના કારણે રાજકારણ અને મીડિયામાં સવાલ થઈ રહ્યા છે કે AIMIM ગુજરાતમાં ત્રીજા મોરચાના પોતાના દાવાને કેટલું સાર્થક કરી બતાવે છે..

Share with:


News